અભિનયના ‘મુગલ-એ-આઝમ’ દિલીપકુમાર જન્નતનશીન

અભિનયના ‘મુગલ-એ-આઝમ’ દિલીપકુમાર જન્નતનશીન
અભિનયના ‘મુગલ-એ-આઝમ’ દિલીપકુમાર જન્નતનશીન

98 વર્ષની વયે મુંબઇની હીન્દુજા હોસ્પિટલમાં સર્વકાલીન મહાન અભિનેતાએ જીવનના રંગમંચ પરથી અલવિદા કહયું
સમગ્ર બોલીવુડમાં શોકનું મોજુ, શ્રધ્ધાંજલીનો ધોધ, ભારતીય સિનેમા ઉદ્યોગનો એક મહાન તેજસ્વી યુગ અસ્ત થયો
દાદા સાહેબ ફાળકે એવોર્ડથી માંડીને અગણીત રાષ્ટ્રીય, આંતરાષ્ટ્રીય માન અકરામ અને મહાન સીધ્ધીઓથી દંતકથા બન્યા દિલીપ સાહબ

જે પરીવારમાં ફિલ્મો જોવાનું તો ઠીક ફિલ્મ વિશે વાત કરવાની પણ મનાઇ હોય એવા અત્યંત રૂઢીચુસ્ત પરીવારમાં જન્મ થયા બાદ સિનેમાની દુનિયામાં પોતાના અસાધારણ, અદભુત, લાજવાબ અને કરીશમાઇ અભિનયથી કોઇ ન પહોંચે એવી મહાન સિધ્ધીઓના સીખર પર પહોંચી દંત કથા બની ગયેલા ભારતીય સિનેમા જગતના સર્વકાલીન મહાન અભિનેતા ‘ટ્રેઝેડી કિંગ’ દિલીપકુમાર આજે આપણી વચ્ચે રહયા નથી.

Subscribe Saurashtra Kranti here

આજે મુંબઇની હિન્દુઝા હોસ્પિટલમાં આ મહાન અભિનેતાએ 98 વર્ષની વયે જીવનના રંગમંચ પરથી હંમેશ માટે અલવીદા કહી દેતા ભારતભરમાં ધેરા શોક અને દુ:ખની લાગણી પ્રસરી વળી હતી. સમગ્ર બોલીવુડ શોકાતુર બની ગયું હતું. પોતાના અદભુત, જાનદાર, કરીશમાઇ અભિનયના ઓજસ પાથરીને એક પછી એક ચડીયાતી ફિલ્મો આપનાર દિલીપ સાહેબની વિદાય સાથે ભારતીફ સિનેજગતના એક ઐતિહાસીક યુગનો અંત આવ્યો હતો.

સાહેબના નિધનથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સરંક્ષણ મંત્રી રાજનાથસિંધ સહિતના સંખ્યાબંધ મંત્રીઓ તમામ પક્ષોના આગેવાનો અને અગ્રણીઓએ મહાન અભિનેતાને ભાવ પુર્ણ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. બોલીવુડમાંથી શ્રધ્ધાંજલીનું ઘોડાપુર ઉમટી રહયું છે. તમામ ટોચના અને નામી, અનામી અભિનેતા તથા અભિનેત્રીઓ સદ્ગત દિલીપ સાહબના નિવાસ સ્થાન પાલીહિલ બ્રાંદ્રા પહોંચી રહયા છે. પોતાના લાડકવાયા બિરજુને ખોઇને આજે એક એક ભારતવાસી શોક મગ્ન બની ગયો છે.

(કારર્કીદી) : 1944માં ‘જવારભાટા’ ફિલ્મથી પોતાની લાંબી અને યશસ્વી કારર્કીદીનો પ્રારંભ કરનાર દિલીપ કુમારે પોતાની 66 વર્ષ લાંબી ફિલ્મી અભિનય સફર દરમ્યાન અભિનયના દરેક પાસા અદભુત રીતે સ્ક્રીન પર જીંવત કર્યા હતા અને એકથી એક ચડીયાતી ફિલ્મો આપીને દેશના સૌથી શ્રેષ્ઠ અને સર્વતમ અભિનેતા તરીકે પ્રસ્થાપિત થયા હતા. સાડા છ દાયકા સુધી દિલીપ કુમારે સીલવર સ્ક્રીન પર રીતસર રાજ કર્યુ હતું. આઝાદી પહેલા અને પછીના દાયકામાં દિલીપ કુમારે પોતાની લાજવાબ અદાકારીથી ભારતીયોને તો ધેલા કર્યા જ પણ વિદેશીઓને પણ હિન્દી ફિલ્મ જોતા કરી દીધા હતા.

બોલીવુડ થી માંડીને હોલીવુડ સુધી પોતાના અભિનયનો સીક્કો બેસાડીને દિલીપ કુમારે ભારતીય સિનેમા જગતને સર્વતમ સફળતાની એવરેસ શીખર પર પહોંચાડી દીધુ હતું. આ રીતે ટ્રેઝેડી હોય કે રોમાન્સ કે પછી અભિનયનો અન્ય પ્રકાર દરેક પ્રકારના અભિનયમાં દિલીપ કુમારે એવું કલાત્મક અને અવીસ્મરણીય પ્રદર્શન કર્યુ જે આજે પણ ભુલી શકાય તેમ નથી. અભિનયના બેતાજ બાદશાહ દિલીપ કુમારે ‘દેવદાસ’, ‘દિદાર’ જેવી ઉત્કૃષ્ઠ કલાકૃતિમાં દર્દભર્યા અભિનયથી ટ્રેઝેડી કિંગનું બિરૂદ મેળવ્યું હતું. તેઓ ટ્રેઝેડી ભુમિકામાં એવા ઓતપ્રોત થઇ જતા હતા કે, એમની તબીયત પર અસર થવા લાગી હતી અને ડોકટરોએ એમને ચેતવણી આપી હતી એ પછી એમને ‘ગંગા જમુના’, ‘કોહીનુર’, ‘રામ ઓર શ્યામ’, ‘લીડર’ જેવી યાદગાર ફિલ્મોમાં ભવ્ય રોમેન્ટીક અને કોમેડી રોલ પણ આબાદ ભજવ્યા હતા અને અભિનયના નવા ઉતમ શીખરો સર કરી બતાવ્યા હતા. માત્ર 25 વર્ષની ઉમરે જ એમની ગણના વિશ્ર્વના શ્રેષ્ઠ પૈકીના એક અભિનેતા અને સુપરસ્ટાર તરીકે થવા લાગી હતી.

એ પછી એમને ‘આન’ અને ‘મુગલ-એ-આઝમ’ જેવી ઐતિહાસીક ફિલ્મોમાં પણ શાનદાર અભિનેય કરીને કરોડો લોકોના હદયમાં કદી ન વિશરાય એવું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.
છ દાયકાથી વધુ લાંબી ઉત્મ અભિનય સફર દરમ્યાન દિલીપ કુમારે અગણીત એવોર્ડ અને માન અકરામ પ્રાપ્ત કર્યા હતા અને ઐતિહાસીક સિધ્ધીઓના શીખર સર કર્યા હતા. એમને ભારત સરકારે પદમભુષ્ણ અને બાદમાં પદમવિભુષ્ણ જેવા રાષ્ટ્રીય સન્માનથી વિભુષીત કર્યા હતા. 1993માં એમને ફિલ્મફેર લાઇફ ટાઇમ એચ્યુમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 1994માં સિનેમાનો સર્વોતમ ગણાતો દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપીને દિલીપ સાહેબનું અનોખુ બહુમાન કરવામાં આવ્યું હતું. 2000ની સાલમાં તેઓ રાજય સભાના સાંસદ પણ બન્યા હતા.

11 ડિસેમ્બર 1922નાં રોજ પાકિસ્તાનના પેશાવરમાં એક રૂઢીગત પઠાણ પરીવારમાં એમનો જન્મ થયો હતો. એમનું મુળ નામ મોહમ્મદ યુસુફ ખાન હતું. 40ના દાયકામાં તેઓ પરીવાર સાથે મુંબઇ આવી વસ્યા હતા. એમને સહુ પ્રથમ ફિલ્મોમાં બ્રેક એ જમાનાની સુપર સ્ટાર દેવીકા રાનીએ આપ્યો હતો અને એમનું ફિલ્મી પદડાનું નામ દિલીપ કુમાર રાખ્યું હતું. 1944માં એમને એ પ્રથમ ફિલ્મ જવાહભાટા મળી હતી. બાદમાં એમને પાછુ વળીને જોયું ન હોતું. એકટીંગની કુદરતે આપેલી ભરપુર અને અભુતપુર્વ શકિતઓને એમને પદડા પર જીંવત કરી બતાવી હતી. અભિનયનો એક પણ પ્રકાર એવો ન હોતો જે એમને પદડા પર ભજવી બતાવ્યો ન હોય એટલે જ તેઓ દરેક યુગમાં અભિનય કારર્કીદી અપનાવનાર કલાકારો માટે પ્રેરણા બની રહયા. અમિતાભ બચ્ચન હોય કે શાહરુખ ખાન દરેક કલાકારે એમની અભિનય શૈલીની નકલ કરીને સ્ટાર ડમ પ્રાપ્ત કર્યુ. દરેક અભિનેતા દિલીપ સાહેબની નકલ કરવામાં અનોખા ગૌરવની લાગણી અનુભવે છે.

યાદગાર અભિનયથી સભર ‘દીદાર’, ‘દેવદાસ’, ‘અંદાજ’, ‘આન’, ‘મુગલ-એ-આઝમ’, ‘રામ ઓર શ્યામ’, ‘કોહીનુર’, ‘ગંગા જમુના’ જેવી ફિલ્મો આપીને અભિનયના એવા કામણ પાથર્યા કે એક ઇતિહાસ રચાયો. આજે એ યુગનો અંત આવ્યો છે. છેલ્લે એમને મોટી ઉંમરે આપેલી સોદાગર અને ક્રાંતી જેવી ફિલ્મો પણ સિને રસીકોના હદયમાં હજુ જીંવત છે.

સાહેબના નિધન બાદ બોલીવુડમાંથી અને દેશભરમાંથી શ્રધ્ધાંજલીનો ધોધ વહી રહયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારે દુ:ખ વ્યકત કરી જણાવ્યું હતું કે, એમના નિધનથી દેશને બહુ મોટી સાંસ્કૃતિક ખોટ પડી છે. એમના અભિનયની તેજસ્વીતા અસાધારણ હતી. એમને સિનેમા હંમેશા દંતકથા તરીકે યાદ રાખશે. સરંક્ષણ મંત્રી રાજનાથસિંધે કહયું હતું કે, સિને જગતને ન પુરાય તેવી ખોટ પડી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંધે કહયું કે, એક મહાન અભિનેતા આપણે ગુમાવ્યા છે. જાણીતા ફિલ્મ સર્જક સુભાષ ધાઇએ જણાવ્યું હતું કે, આજે મારી જીદગીનો સૌથી ખરાબ દિવસ છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભારતીય સિનેમા એમનું યોગદાન હંમેશા યાદ રાખશે. અભિનેતા અક્ષયકુમારે કહયું કે, અમારા જેવા હિરો માટે તેઓ જ અસલી હિરો હતા. શકિત કપુરે દર્શાવ્યું હતું કે, એક મહાન યુગનો અંત આવ્યો છે.

Read About Weather here

આ મહાન અભિનેતાને કોઇ સંનતા નથી 1966માં દિલીપ કુમારે એ યુગની સૌથી સુંદર અભિનેત્રી સાયરા બાનુ સાથે લગ્ન કર્યા હતા. બન્ને વચ્ચે વયનું 22 વર્ષનું અંતર હતું. સાયરા બાનુએ દિલીપ સાહેબની અભુતપુર્વ સેવા કરી હતી અને અંત સમય સુધી સાથ આપ્યો હતો. આજે એમના જવાથી એક મહાન યુગ ઇતિહાસના પાનાઓ પર સોનેરી અક્ષરે અંકિત થઇ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here