મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન રાજકોટ પ્રેરિત ૐ શ્રીકૃષ્ણ વૈશ્ર્વિક ક્ષત્રિય પરિવાર – રાજકોટ દ્વારા આયોજીત સમગ્ર ગુજરાત રાજ્ય કક્ષાનો 16મો, 17મો અને 18મો સંયુક્ત સ્કીલ એવોર્ડ સેરેમની 2022 કાર્યક્રમનું આયોજન તા. 26 ને રવિવારના દિવસે હેમુ ગઢવી નાટય ગૃહ, ટાગોર રોડ, રાજકોટ ખાતે બપોરના 2:30 થી 6 કલાક દરમ્યાન કરવામાં આવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
આ સ્કીલ એવોર્ડ સેરેમની કાર્યક્રમમાં એજ્યુકેશન ફીલ્ડ સિવાયના તમામ ક્ષેત્રો જેવા કે, રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા, સ્પોર્ટસમાં નેશનલ લેવલે તેમજ ઇન્ટરનેશનલ લેવલે રમેલા ખેલાડીઓ, એન.સી.સી. સી સર્ટિફીકેટમાં (એ ગ્રેડ તેમજ બી ગ્રેડ-2019, 2020 અને 2021) તેમજ 26, જાન્યુઆરીની દિલ્હી ખાતેની પરેડમાં ભાગ લીધેલ કેડેટ, બ્રેવરી એવોર્ડ, શ્રેષ્ઠ વ્યાપાર ક્ષેત્રે તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે તેમજ પ્રાઈવેટ અને સરકારી નોકરી દરમિયાન નેશનલ લેવલ તેમજ ઇન્ટરનેશનલ લેવલે કરેલ પ્રદર્શન, ગુજરાત ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ આવેલ પ્રથમ, દ્વિતીય અને તૃતિય તથા આ સિવાયના અન્ય ફિલ્ડમાં જેમ કે, લોકકલા, શિલ્પકલા, ચિત્રકલા, સંગીતકલા, ઇતિહાસ, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રે કરેલ શ્રેષ્ઠ પ્રદર્શન માટે આપણા ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનોને સન્માનિત કરવામાં આવશે.
આ પ્રસંગે મુખ્ય અતિથીઓ તરીકે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, સાંસદ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણા, પૂર્વ રાજ્યકક્ષાનાં મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મંત્રી કિર્તીસિંહ વાઘેલા, ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, સ્પોટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. અર્જુનસિંહ રાણા, રાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજા, પૂર્વ નાયબ સચિવ અશોકસિંહ પરમાર વગેરે ખાસ ઉપસ્થિત રહેશે.કાર્યક્રમને સફળ બનાવવા ડો. યોગરાજસિંહ જી. જાડેજા (જાબીડા), ભૂપેન્દ્રસિંહ એમ. વાઘેલા (બંધીયા),
Read About Weather here
પ્રવીણસિંહ એમ. જાડેજા (સમાઘોઘા), ધર્મવીરસિંહ આર. જાડેજા (જીલરીયા), દિલીપસિંહ આર. ગોહીલ (પચ્છેગામ), બકુલસિંહ જી. જાડેજા (મોટી-વાવડી), કુલદિપસિંહ એન. રાઠોડ (ઇડર), રાજેન્દ્રસિંહ આર. જાડેજા (પીપરડી), શક્તિસિંહ જી. વાઘેલા (ભાડેર), ડો. દિગ્વીજયસિંહ બી. જાડેજા (મંજલ), ડો. જીગરસિંહ બી. જાડેજા (બાવરીયા), રાજેન્દ્રસિંહ જે. ઝાલા (રતનપર), ધર્મરાજસિંહ જે. વાઘેલા (છબાસર), ભરતસિંહ આર. રાણા (અડવાળ), મનહરસિંહ પી. રાણા (કળમ), હરપાલસિંહ કે. જાડેજા (માણેકવાડા), સિધ્ધરાજસિંહ કે. જાડેજા (ડેરી), સત્યપાલસિંહ પી. જાડેજા (મોટી-વાવડી) વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here