હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે તકેદારીનાં ભાગરૂપે 108 ઈમરજન્સી સેવાનો કાફલો નાગરિકોની સેવામાં તૈનાત રહ્યો હતો. માત્ર બે દિવસમાં જ અક્સ્માત, શ્વાસ, કાર્ડિયાકના 446 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. રૂટિન કરતાં 21.59 ટકા કેસમાં વધારો નોંધાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
108 સેવાની વધુ વિગતો આપતાં પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 108 ઈમરજન્સી સેવાને હોળી-ધૂળેટી એમ બે દિવસ દરમિયાન 446 જેટલા જુદા-જુદા કોલ મળ્યા હતા. જેમાં અક્સ્માત, શ્વાસ, કાર્ડિયાક, એલર્જી અને પ્રસુતિને લગતા કેસ નોંધાયા હતા. સામાન્ય દિવસોની સરખામણીમાં હોળી અને ધુળેટી બન્ને દિવસમાં કેસની સંખ્યામાં એવરેજ 21.59%નો વધારો નોંધાયો હતો.
Read About Weather here
રાજ્યમાં 108 ઈમરજન્સી સેવા લોકો માટે આશીર્વાદરૂપ બની છે, ત્યારે રાજકોટ જિલ્લામાં ગત ફેબ્રુઆરી માસમાં 8280 લોકોની વ્હારે 108 સેવા પહોંચી હતી.આ અંગે વિગતવાર માહિતી આપતાં જિલ્લા સુપરવાઈઝર દર્શિત પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 42 એમ્બ્યુલન્સ દ્વારા અતિ ગંભીર સ્થિતિ એટલે કે લાઈફ થ્રેટનિંગ કેસમાં 619 સહિત વર્ષ 2008થી અત્યારસુધીમાં 68,194થી વધુ મહામૂલી જિંદગીઓ બચાવવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here