અસહ્ય ગરમી અને તાપ વચ્ચે આ બાળકી બંધાયેલા હાથ-પગની સ્થિતિમાં ખૂબ જ કણસતી રહી હતી.આ ઘટના દિલ્હીના તૂકમીર પુલ ગલી નંબર 2ની છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કેસની તપાસ શરૂ કરી હતી. પોલીસ જ્યારે આ બાળકીના ઘરે પહોંચી તો માતાએ કહ્યું કે આ બાળકીએ હોમવર્ક કર્યું ન હતું. હોમવર્ક ન કરવાથી નારાજ માતાએ માસૂમ બાળકીને એવી સજા આપી કે જેને જોઈને કોઈપણને કંપારી છૂટી જાય.
Visit Saurashtra Kranti Homepage here
સોશિયલ મીડિયા પર માતાની આ હેવાનીયતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે માતાએ બાળકીને બપોરના સમયે આકરા તાપ વચ્ચે બન્ને હાથ-પગ બાંધીને મકાનની છત ઉપર મુકી દીધી હતી. માટે તેને 5-7 મિનિટ સુધી હાથ-પગ દોરડા વડે બાંધીને છત પર ઉંઘાડી દીધી હતી, જેથી તે નિયમિતપણે સમયસર હોમવર્ક કરે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે બાળકીની પીઠ છતની ગરમીથી દાઝવા લાગી તો તે પોતાની કમર ઉપર ઉઠાવતી હતી.
Read About Weather here
તે સતત ડાબા અને જમણી બાજુ કરવટ બદલતી હતી. વીડિયો જોઈને યુઝર્સ બાળકી માટે ખૂબ જ પરેશાન થઈ રહ્યા હતા અને માતાએ દીકરીને આપેલી સજા સામે પ્રશ્નાર્થ કરી રહ્યા હતા.થોડાવારમાં તો તેના હાથ-પગ ખોલીને તેને નીચે લઈ આવ્યા હતા.જ્યારે માતાએ બાળકીને સજા આપવા માટે છત પર લઈ જઈ તો તે તાપને લીધે બૂમ પાડવા લાગી હતી. બાળકીનો રડવાનો અવાજ સાંભળી પડોશીઓએ તેનો વીડિયો બનાવી લીધો અને સોશિલય મીડિયા પર પોસ્ટ કરી દીધો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here