હોટેલ નોવામાં રૂમ બુક કરી યુવકનો આપઘાત

હોટેલ નોવામાં રૂમ બુક કરી યુવકનો આપઘાત
હોટેલ નોવામાં રૂમ બુક કરી યુવકનો આપઘાત
આ મામલે હોટલના સ્ટાફને શંકા જતા અન્ય ચાવી વડે તેના રૂમનો દરવાજો ખોલી અંદર તપાસ કરતાં ઊર્મિલે ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યાં હતાં. રાજકોટના કાલાવડ રોડ પર પ્રેમમંદિર પાસે આવેલી સહજ નોવા હોટલમાં રૂમ નં. 301માં રોકાયેલા ઉર્મિલ જયેન્દ્ર ભીમાણી (ઉં.વ.27) એ પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.

Read About Weather here

હોટેલના સ્ટાફે 108ને જાણ કરતા આવી તપાસી તેને મૃત જાહેર કરતા બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કારખાનું ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું.

તે ગઈકાલે જ હોટલમાં ગયા બાદ રૂમ નં. 301માં રોકાયો હતો અને બાદમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેમજ હોટલના રૂમમાંથી એક સાત પાનાની સુસાઈટ નોટ મળી આવી હતી. જે પોલીસે કબ્જે કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

સુસાઈટ નોટમાં સામાજિક કારણ કારણભૂત હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક તેના બનેવીના કારખાનામાં કામ કરતાં હતાં અને બે બહેન એક ભાઈમાં નાનો તેમજ અપરિણિત હતો. પરિવારના આધારસ્તંભ પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here