હિરોઈનનો હાજર જવાબ

હિરોઈનનો હાજર જવાબ
હિરોઈનનો હાજર જવાબ
પ્રમોશન દરમિયાન તાપસીને ‘કૉફી વિથ કરન’ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ હાલમાં ફિલ્મ ‘દોબારા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 19 ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. પ્રમોશનલ ઇવેન્ટમાં તાપસી પન્નુ તથા ડિરેક્ટર અનુરાગ કશ્યપ હતા તો બાજુમાં જ કરન જોહર પોતાના ચેટ શોનું પ્રમોશન કરતો હતો. તાપસી પન્નુને સવાલ કરવામાં આવ્યો હતો કે કરન જોહરના ચેટ શોમાં તેને કેમ હજી સુધી બોલાવવામાં આવી નથી?

Visit Saurashtra Kranti Homepage here

જવાબમાં તાપસીએ કહ્યું હતું કે તેની સેક્સ લાઇફ એટલી રસપ્રદ નથી કે તેને ‘કૉફી વિથ કરન’માં બોલાવવામાં આવે.ઉલ્લેખનીય છે કે ચેટ શો ‘કૉફી વિથ કરન’ની સાતમી સિઝનમાં કરન જોહર શોમાં આવેલા ગેસ્ટને તેમની સેક્સ લાઇફ અંગે સવાલ કરે છે. શોના પહેલા એપિસોડમાં આલિયા-રણવીર સિંહ આવ્યા હતા અને હમણાં આમિર ખાન-કરીના આવ્યા હતા. આ તમામ કલાકારોને કરન જોહરે સેક્સ લાઇફ અંગે સવાલ કર્યા હતા.

Read About Weather here

તાપસી પન્નુની ‘દોબારા’ લંડન ફિલ્મ ફેસ્ટિવલ તથા ફેનટાસિયા ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી હતી. આ ફિલ્મ 2018માં રિલીઝ થયેલી સ્પેનિશ ફિલ્મ ‘મિરાજ’ની રીમેક છે. તાપસી હાલમાં જ ફિલ્મ ‘શાબાશ મિઠ્ઠુ’માં જોવા મળી હતી. આ ફિલ્મ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજની બાયોપિક હતી. તાપસીના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો તે ‘એલિયન’, ‘બ્લર’, ‘વો લડકી હૈ કહાં’માં જોવા મળશે. તાપસી પન્નુ પહેલી જ વાર શાહરુખ ખાન સાથે ‘ડંકી’માં કામ કરી રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.અનુરાગ કશ્યપ તથા તાપસીએ 2018માં ફિલ્મ ‘મનમર્ઝિયા’માં સાથે કામ કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here