રાજકોટની હિરાસરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે હવે ટેસ્ટિંગની કાર્યવાહી શરૂ કરાઈ છે. બુધવારે દિલ્હીથી ખાસ કેલિબ્રેશન ફ્લાઈટ રાજકોટ પહોંચશે અને બીજા દિવસથી એટલે કે 2 અને 3 માર્ચે ટ્રાયલ લેન્ડિંગ થશે. આ ટ્રાયલમાં સફળતા મળ્યા બાદ ડીજીસીઆઈ એરપોર્ટને મંજૂરી આપતા ડોમેસ્ટિક એરપોર્ટ શરૂ કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
હિરાસર એરપોર્ટમાં હાલ રન વેનું કામ પૂર્ણ થયું છે અને નવું ટર્મિનલ ન બને ત્યાં સુધી ટેમ્પરરી ટર્મિનલ વાપરવામાં આવશે તે પણ કામ અંતિમ તબક્કામાં છે. આ કારણે એપ્રિલ સુધીમાં જ એરપોર્ટ ચાલુ કરવા પ્રયત્નો થઈ રહ્યા છે. આ માટે ટ્રાયલ લેન્ડિંગ મહત્ત્વનો તબક્કો છે. હાલ રન વે પર જે કેટ લાઈટ નખાઈ છે તે યોગ્ય રીતે કામ કરે છે.કે નહિ તેમજ વિસ્તારમાં હજુ પણ ઘણી પવનચક્કીઓ અને હાઈ વોલ્ટેજ લાઈન નડતરરૂપ છે કે નહિ તે ચકાસાશે.
Read About Weather here
લેન્ડિંગ કરાવ્યા બાદ રન વે પરથી ફ્લાઈટ ટેકઓફ કરાવીને રન વેના છેડે નદી ઉપર બનાવેલું બોક્સ કલ્વર્ટ કેવું કાર્યક્ષમ છે તે સહિતની બાબતોની ચકાસણી કરાતા બે દિવસ સુધી એરપોર્ટ ઓથોરિટી, ડીજીસીઆઈ અને વહીવટી તંત્રના અધિકારીઓ હિરાસર ધામા નાખશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here