હિન્દુસ્તાની શાસ્ત્રીય વાદ્યો અને પશ્ચિમી વાદ્યોના ફયુઝન સંગીતે શ્રોતાઓને અલગ દુનિયાની સફર કરાવી

હિન્દુસ્તાની શાસ્ત્રીય વાદ્યો અને પશ્ચિમી વાદ્યોના ફયુઝન સંગીતે શ્રોતાઓને અલગ દુનિયાની સફર કરાવી
હિન્દુસ્તાની શાસ્ત્રીય વાદ્યો અને પશ્ચિમી વાદ્યોના ફયુઝન સંગીતે શ્રોતાઓને અલગ દુનિયાની સફર કરાવી

સપ્ત સંગીનિના ત્રીજા દિવસે પંડિત રવિ ચારી, સત્યજીત તલવલકર, જીનો બેંક્સ, શેલ્ડોન ડીસીલ્વા, અને સંગીત હલ્દીપુરના બેન્ડએ અદભૂત અને અવિસ્મરણીય પર્ફોર્મન્સ રજુ કરી રાજકોટવાસીઓના દિલ જીત્યા


સપ્ત સંગીતિના સુર, તાલ અને લયના અસ્ખલિત પ્રવાહના ત્રીજા દિવસે હેમુ ગઢવી હોલ ખાતે રવિ ચારી ક્રોસિંગ ફ્યુઝન બેન્ડના પ્રતિભાશાળી કલાકારોએ હિન્દુસ્તાની શાસ્ત્રીય વાદ્યો અને પશ્ર્ચિમી વાદ્યોનો સુભગ સંયોગ રચીને ફરી એક વાર રાજકોટવાસીઓના દિલ જીતી લીધા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમના પ્રથમ ભાગમાં ઉભરતી યુવા પ્રતિભાઓમાં રવિ ચારીના શિષ્ય રૂપક નાયેગાંવકરનું સરોદવાદન સાથે જામનગરના યુવા કલાકાર માધવ પુરોહિતની તબલા સંગતે શ્રોતાઓની વાહવાહી મેળવી હતી. કાર્યક્રમની શરૂઆત આ દિવસનાં પેટ્રન પેલિકન રોટોફ્લેક્સ પ્રા. લિ. પરિવારના નીરૂબેન શ્રીમાંકર અને વિજયભાઈ શ્રીમાંકર તથા શુભેચ્છક ડો. હર્ષાબેન ડેકિવાડીયા અને ડોક્ટર દેવેન્દ્ર ડેકિવાડીયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.

કાર્યક્રમ શરૂ કરતા પહેલા કોરોનાકાળમા આપણી વચ્ચેથી વિદાય લેનાર કલાકારોને શ્રધ્ધાજંલી પાઠવી તેમની સ્મૃતિઓને વાગોળવાના હેતુ સાથે સપ્ત સંગીતિના મંચ ઉપર પોતાની પ્રતિભાની છાપ અંકિત કરનાર સંતુરવાદક પં. ભજન સોપોરીના સંતુરવાદનની ઝલક સ્ક્રીન પર રજુ કરી હતી અને પ્રેક્ષકોએ તેમના સ્થાન પર ઊભા રહી તેમને શ્રદ્ધા પુષ્પ અર્પણ કર્યા હતા. કાર્યક્રમના પ્રથમ ચરણમાં ઉભરતી યુવા પ્રતિભાઓને મંચ પૂરું પાડવાની નેમના ભાગરૂપે રવિ ચારી સાથે પધારેલા તેમના શિષ્ય રૂપક નાયેગાંવકરે સરોદવાદન સાથે જામનગરના તબલાવાદક માધવ પુરોહિતે સુંદર સંગત આપી હતી. તેમણે રાગ જોગ કૌંસમાં આલાપ અને ગત સાથે વિલંબીત રૂપક તાલમાં કરેલી રજુઆતને શ્રોતાઓએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. નિઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેકટર દિપકભાઈ રીંડાણી એ તેમના ઉદ્બોધનમાં રવિ ચારી એ 2019ની સાલમાં 4 જાન્યુઆરીએ રાજકોટના આંગણે આપેલા તેમના પહેલા કાર્યક્રમની મધુર સ્મૃતિ વાગોળી હતી.

Read About Weather here

બીજા ચરણની શરુઆતમાં રવિજી એ ઓડિયન્સમાં શ્રોતાઓની વચ્ચેથી તાલ લલકારતા પ્રવેશ કરી સૌને રોમાંચીત કરી દીધા હતા. રવિ ચારી ફ્યુઝન ગ્રુપે તેમની પ્રથમ પેશકશમાં રાગ ચારુકેશી આઠ બીટમાં રજુ કરી હતી. કાર્યક્રમના અંતે સર્વે કલાકારોનું સ્વાગત સપ્ત સંગીતિના કર્મનિષ્ઠ કમિટીના સભ્યોના હસ્તે શાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું. રવિ ચારીના હસ્તે જામનગરના યુવા કલાકાર માધવ પુરોહિતને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તા.5 જાન્યુઆરી, ગુરૂવારના રોજ સમારોહના ચોથા દિવસે ઉસ્તાદ નીશાત ખાનનું સિતારવાદન માણવા મળેલ. જ્યારે સભાના પ્રથમ ચરણમાં રાજકોટના યુવા ઉભરતા કલાકારોમાં નાદસ્વરમ ગ્રુપના કલાકારો ગાર્ગી વોરા, ઇશીતા ઉમરાણીયા, દ્રષ્ટી અંધારિયા, પ્રિયંકા શુક્લ, ધ્વનિ વછરાજાની, આદિત્ય શુકલ, ઋષિકેશ પંડયા અને શ્યામલ જાદવ ગાયન રજૂ કરેલ હતા. તેમ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here