હાર માટે આખી ટીમ જવાબદાર : કેપ્ટન…!

હાર માટે આખી ટીમ જવાબદાર : કેપ્ટન...!
હાર માટે આખી ટીમ જવાબદાર : કેપ્ટન...!

પહેલી મેચમાં, જ્યાં પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું ત્યાં જ બીજી મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને 8 વિકેટથી હરાવ્યું છે. તેની પહેલી બંને મેચમાં હાર મળી છે. ભારતને વર્લ્ડ કપની ખૂબ ખરાબ શરૂઆત માનવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

સ્થિતિ અત્યારે એવી છે કે ન્યૂઝીલેન્ડ સામે હાર મળ્યા પછી હવે ભારત સેમી-ફાઈનલમાં પહોંચી શકશે કે નહીં એ વિશે પણ અનિશ્ચિતતા છે.  આ મેચમાં મળેલી હાર પછી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે ભારતે કયા કારણોસર હારનો સામનો કરવો પડ્યો છે.

ભારતીય કેપ્ટન કોહલીએ મેચ પછી જણાવ્યું હતું કે મને નથી લાગતું કે અમે બોલિંગ કે બેટિંગમાં કોઈ ખાસ પર્ફોર્મન્સ આપ્યું હોય. સ્વાભાવિક રીતે આ મેચમાં અમારી પાસે બોલથી રમવા માટે એવું કઈ ખાસ નહોતું.

અમે જ્યારે ગ્રાઉન્ડમાં એન્ટર થયા ત્યારે જ અમારી બોડી લેંગ્વેજ નબળી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમમાં સારી ઇન્ટેન્સિટી અને બોડી લેંગવેજ હતી. ન્યૂઝીલેન્ડે પહેલી ઓવરથી જ અમારા પર પ્રેશર બનાવવાનું શરૂ કરી દીધું હતું અને એ અંત સુધી ચાલુ રાખ્યું હતું.

અમે જ્યારે પણ ચાન્સ લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે વિકેટ ગુમાવી. ટી-20 મેચમાં આવું થાય છે, પરંતુ વધારે મુશ્કેલી ત્યારે હોય છે, જ્યારે તમે કન્ફ્યૂઝ હોવ કે તમારે શોટ મારવો જોઈએ કે નહીં.

તેણે વધુમાં કહ્યું હતું કે અમે જોઈએ છીએ કે ભારતીય ફેન્સ અમને જોવા પેવેલિયમમાં આવે છે. છેલ્લી બે મેચમાં અમને હાર મળી છે અને અમે દેશ માટે જીતી નથી શક્યા. આપણે આશાવાદી અને પોઝિટિવ રહેવું પડશે તેમજ રિસ્ક લઈને રમવું પડશે.

આપણે પ્રેશરથી દૂર રહીને બેસ્ટ રીતે આપણું રમવાનું ચાલુ રાખવું પડશે. આ ટૂર્નામેન્ટમાં હજી રમવા માટે ઘણું બાકી છે. વિરાટ કોહલીએ પ્રેસ-કોન્ફરન્સમાં કોઈપણ વ્યક્તિનું પર્સનલી નામ લઈને વાત નથી કરી.

ટીમ ઇન્ડિયાએ હવે આવનારી ત્રણેય મેચ જીતવી પડશે. જો એવું થશે તો ભારતના 6 પોઇન્ટ થશે. આ સ્થિતિમાં ભારતે સેમી-ફાઈનલમાં પ્રવેશવા માટે અન્ય ટીમો ખાસ કરીને ન્યૂઝીલેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચેની મેચનાં પરિણામ પર નિર્ભર રહેવાનું રહેશે.

ભારતે પ્રાર્થના કરવી પડશે કે અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી દે, પરંતુ ભારતે અફઘાનિસ્તાનને હરાવવું પડશે. ત્યાર બાદ ભારતે નામીબિયા અને સ્કોટલેન્ડ સામે મોટા અંતરથી જીત મેળવીને ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન બંને કરતાં નેટ રનરેટ વધુ સારો બનાવવો પડશે.

આ સ્થિતિમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડથી હારીને પણ સેમી-ફાઈનલમાં પ્રવેશી શકે છે. ભારત માટે સારી બાબત એ છે કે તેની છેલ્લી બે મેચ સ્કોટલેન્ડ (5 નવેમ્બર) અને નામીબિયા (8 નવેમ્બર) જોડે છે. બંને ટીમો નબળી માનવામાં આવે છે અને ભારત તેમની સામે મોટી જીત મેળવીને નેટ રન રેટની દૃષ્ટિએ આગળ વધી શકે છે.

Read About Weather here

 7 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની મેચ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here