એક સમયે પાટીદારો માટે અનામત આંદોલન કરીને રાતોરાત ગુજરાતનાં પાટીદાર સમાજના યુવા નેતા તરીકે ઉભરી આવેલા અને બાદમાં કોંગ્રેસમાં જોડાઈને થોડા સમયમાં આકુળ- વ્યાકુળ થઇ કોંગ્રેસની નેતાગીરીથી હતાશ થઇ ગયેલા યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ છોડ્યા બાદ વધુ એક મોટી રાજકીય ગુલાંટ મારી છે. જાણવા મળ્યા મુજબ આવતી તા.2 જૂનને ગુરૂવારના રોજ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ જાય તેવી પૂરી સંભાવના છે.
Visit Saurashtra Kranti Homepage here
તાજેતરમાં કોંગ્રેસ છોડી દીધા બાદ જે પ્રકારના નિવેદનો હાર્દિક પટેલ તરફથી થઇ રહ્યા હતા અને ભાજપ નેતાગીરીને ખુશ રાખે એવી ટીપ્પણીઓ હાર્દિક તરફથી કરવામાં આવી રહી હતી. ત્યારથી જ રાજકીય પંડિતો અને નિરીક્ષકો તેમજ મીડિયામાં એવી અટકળોએ જોર પકડ્યું હતું કે, હવે હાર્દિક પટેલ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે. એ રાજકીય અનુમાનો, અટકળો અને સંભાવનાઓ હવે સાચા પડી રહ્યા હોય તેમ દેખાઈ છે અને હાર્દિક કેસરિયા પક્ષમાં જોડાઈ જવા તૈયાર થઇ ગયાનું નજદીકી સૂત્રોએ જણાવ્યું છે.આ સમાચાર આપનાર માહિતગાર સૂત્રોએ પુરા વિશ્ર્વાસ સાથે જણાવ્યું છે કે, તા.2 જૂને કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરશે. એવી પૂરી સંભાવના છે. જો કે ભાજપમાં પ્રદેશ કક્ષાનાં કોઈ નેતાએ હજુ સુધી આ અંગે કોઈ સતાવાર જાહેરાત કરી નથી પણ અમદાવાદ ખાતેનાં ભાજપનાં એક સ્થાનિક નેતા યજ્ઞેશ દવેએ આ અહેવાલોની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે, હાર્દિક પટેલ ભાજપમાં આવે જ છે.
Read About Weather here
એસપીજીનાં બીજા એક નેતા પૂર્વીન પટેલ પણ ભાજપમાં જોડાઈ રહ્યાની ભારે અફવા ઉડી રહી છે. આ અંગે ખૂદ પૂર્વીન પટેલે એવી પ્રતિક્રિયા આપી હતી કે, હું અત્યારે ભાજપમાં જોડાવવાનો નથી. સમાજનું કામ ચાલી રહ્યું છે અને અત્યારે રાજનીતિમાં જોડાવવાનો વિચાર નથી. હું અમારા સંગઠનની કોર કમિટીને પૂછીને ભાજપમાં જોડાઇશ. અત્યારે જોડાવાનો નથી.દરમ્યાન એસપીજીએ હાર્દિકનાં ભાજપ પ્રવેશનાં નિર્ણયની ભારે આકરી ટીકા કરી છે. એસપીજીના નેતા અને જાણીતા પાટીદાર આગેવાન લાલજીભાઈ પટેલે એવી ટકોર કરી હતી કે, રાજકારણમાં નથી જવું એવું કહેનાર હાર્દિક પટેલ આજે ભાજપના શરણે જાય છે. આવી વ્યક્તિ પાટીદાર સમાજમાં આગેવાન ન હોય. વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ એક પાટીદાર નેતાને ભાજપમાં પ્રવેશ આપીને ભાજપે કોંગ્રેસને વધુ એક આંચકો આપ્યો છે. વિધાનસભાની ચૂંટણીઓ પહેલા અન્ય પક્ષો કે સંગઠનોના જેટલા નેતાઓ આવે એ બધાને ભાજપના ક્લાસરૂમમાં એડમીશન આપી દેવાની રાજકીય વ્યૂહરચના ભાજપે વધુ વેગવાન બનાવી છે. હાર્દિકના પ્રવેશથી પાટીદારોનાં વધુ કેટલા મતો ભાજપની ઝોળીમાં ઠલવાશે એ વિશે અત્યારે નિશ્ર્ચિત કશું કહી શકાય નહીં પણ આ અંગે જાતજાતની થિયરી પર ચર્ચા શરૂ થઇ ગઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here