હવસખોર બાપની કબૂલાત

હવસખોર બાપની કબૂલાત
હવસખોર બાપની કબૂલાત
ઘટનાક્રમ અને સીસીટીવી ફુટેજના આધારે તેની ધરપકડ કરાઈ છે. તેની ધરપકડ થયા બાદ થોડા સમયમાં તેણે પોલીસને કહ્યું કે, મારી ભૂલ થઈ ગઈ. સુરતના સરથાણામાં 10 વર્ષની બાળકી સાથે ઘરમાં જ બળાત્કાર ગુજારી લોહીલુહાણ કરવાના બનાવમાં બાળકીનો પિતા જ હવસખોર નીકળ્યો છે. ગત ગુરૂવારે બપોરે ઘરે આવેલા હવસખોર પિતાએ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, ઘટના બન્યા બાદથી દીકરીની સાથે જ રહેલા પિતાએ પોલીસને 17 કલાક ગોળ-ગોળ ફેરવ્યા બાદ ગુનાની કબૂલાત કરી હતી.મૂળ નેપાળનો પરિવાર સુરત-કામરેજ રોડ પર સરથાણામાં શ્યામધામ મંદિર પાસે એક મકાનમાં રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

+પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત 10 વર્ષની દીકરી રવિના (નામ બદલ્યું છે), 7 વર્ષની દીકરી અને 4 વર્ષનો દીકરો છે. ગુરુવારે પતિ-પત્ની તેમના કામ પર ગયા હતા. ત્રણેય સંતાનો ઘરે હતા. બપોરે દોઢેક વાગે અજાણ્યો શખ્સ તેમના ઘરે આવ્યો હતો. તેણે રવિના સિવાયના બાળકોને બાથરૂમમાં પુરીને રવિના પર બળાત્કાર ગુજાર્યો હતો. રવિના લોહીલુહાણ થઈ ગઈ હતી. તેની નાની બહેને દાદીને આ બાબતે વાત કરી હતી. બધા સગા ઘરે આવ્યા અને રવિનાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. પોલીસને જાણ કરાતા પોલીસે હોસ્પિટલ જઈ ફરિયાદ દાખલ કરી હતી.

રવિના અને તેની બહેને પોલીસે જણાવ્યું હતું કે, અજાણ્યો માણસ લાંબાવાળ વાળો હતો અને કાનમાં કડી પહેરી હતી.પોલીસે બનાવ બન્યો તે સમયના આસપાસના લોકોને લાંબા વાળવાળો અને કાનમાં કડીવાળો માણસ બપોરે એકાદ વાગે દેખાયો હતો કે કેમ તે બાબતે પૂછપરછ કરી હતી. પરંતુ બધાએ કહ્યું કે, બપોરે આવો કોઈ માણસ નથી દેખાયો. બનાવથી થોડા અંતરે એક દુકાન બહાર આવેલા સીસી કેમેરા ચેક કરતા પોલીસ ચોંકી ગઈ હતી. બપોરે રવિનાની માતા અને પિતા આવતા દેખાય છે. તેના પિતા બે વખત આવે છે. બીજી વખત 12.07 વાગે ઘર તરફ જતો દેખાય છે. પરંતુ તે ઘરેથી પરત બહાર જતા નથી દેખાતો. તેથી પોલીસને શંકા ગઈ.

પોલીસે ફરીથી હોસ્પિટલ જઈને રવિનાની પૂછપરછ કરી હતી. રવિનાની અને બીજી દીકરીની ફરીથી પૂછપરછ કરી હતી. ત્યારે બંનેએ કહ્યું કે, તેના પિતાએ જ ખરાબ કામ કર્યું છે. તેથી પોલીસે બાળકીના પિતાને ઉંચકી લીધો હતો. જ્યારે તેને પકડ્યો અને પૂછપરછ કરી ત્યારે તે પહેલા કંઈ બોલતો ન હતો. પછી પોલીસે કહ્યું કે, તારી દીકરીએ સાચી વાત કરી દીધી અને સીસીટીવી કેમેરામાં તું દેખાય છે ત્યારે તે પડી ભાંગ્યો હતો. તેણે પોલીસ સામે કબૂલાત કરી કે, મારી ભૂલ થઈ ગઈ.સૂત્રોના જણાવ્યા અનુસાર, 15 દિવસ પહેલા પણ નરાધમ પિતાએ રવિના પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે બળાત્કાર કરી શક્યો ન હતો.

Read About Weather here

તે સમયે રવિનાએ તેની માતાને પિતાની ફરિયાદ કરી હતી. પી.કે. મલ(જોઈન્ટ પોલીસ કમિશનર)એ જણાવ્યું હતું કે, આ ગંભીર પ્રકારનો ગુનો છે. આરોપીની વધુ પૂછપરછ ચાલે છે. ગુરૂવારે બપોરે 1 વાગ્યા આસપાસ દુષ્કર્મની ઘટના બની હતી. જ્યારે બીજા દિવસે સવારે 6 વાગ્યા આસપાસ પિતાએ કબૂલાત કરી હતી. પોલીસ ઝડપથી ચાર્જશીટ કરી આરોપી પિતાને કડકમાં કડક સજા અપાવશે.રંતુ માતાએ દીકરીને કહ્યું કે, પિતા આવું ક્યારેય ન કરે. જો ત્યારે જ માતાએ પિતાને ઠપકો આપ્યો હોત કે સમજાવ્યો હોત તો આ બનાવ કદાચ ન બનતે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here