હળવદ હાઈ-વે રોડ પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું.રસ્તા પર ઢોરાયેલા કેમિકલના કારણે અનેક બાઈકચાલકો પટકાયા હતા, વિશ્ર્વાસ આર્કેડ પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.દુર્ગંધ યુક્ત કેમિકલના કારણે લોકોને ભારે મુશ્કેલીઓ સામનો કરવો પડ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
મળતી માહિતી અનુસાર, હળવદ હાઈ-વે રોડ પર કેમિકલ ભરેલું ટેન્કર જઈ રહ્યું હતું. ત્યારે વિશ્ર્વાસ આર્કેડ પાસે ટેન્કરના ચાલકે સ્ટેરીંગ કાબુ ગુમાવતા અચાનક કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી મારી ગયું હતું. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નહીં. તેમજ ટેન્કરના ચાલકને સામાન્ય ઈજા પહોંચતા તેને સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો છે.
Read About Weather here
રસ્તા પર ઢોરાયેલા કેમિકલના કારણે અનેક બાઈકચાલકો પટકાયા હતા,દુર્ગંધ યુક્ત કેમિકલના કારણે લોકોને ભારે મુશ્કેલીઓ સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ એલટી સ્ટાફ અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. બનાવને પગલે સ્થળ પાર લોકોના ટોળા એકઠા થયા હતા. રસ્તા પર ઢોરાયેલા કેમિકલના કારણે અનેક બાયકચાલકો પટકાયા હતા, એલટી સ્ટાફ પોલીસ દ્વારા તાત્કાલિક રોડ પર રેતી નખાવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here