માતૃભાષા સંવર્ધનમાં શિક્ષકની ભૂમિકા વિષય પર પૂર્વ કુલપતિનો શિક્ષકો સાથે સંવાદ
(મયુર રાવલ દ્વારા)-
હળવદ શહેરમાં આવેલી મહર્ષિ ગુરૂકુળમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, વન ડે તારીખ 21 ફેબ્રુઆરીના રોજ વિશ્ર્વ માતૃભાષા દિન હોય જેની ઉજવણીના ભાગરૂપે સાત દિવસ સુધી માતૃભાષા મંચ ચાલશે જેમાં પ્રથમ દિવસે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાના ઉપાધ્યક્ષ અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ હર્ષદભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં માતૃભાષા સપ્તાહનું ઉદ્ધાટન સત્ર યોજાયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
મારી માતૃભાષા મારું ગૌરવ અને માતૃભાષા સંવર્ધનમાં શિક્ષકની ભૂમિકા જેવા વિષયો પર વિદ્યાર્થીઓને શિક્ષકો સાથે સંવાદ થયો હતો. આ કાર્યક્રમમાં માતૃભાષા દિન શા માટે અને ઉજવણી પાછળનો ઈતિહાસ વિશ્ર્વની માતૃભાષાના અસ્તિત્વના જોખમ અને માતૃભાષા સાથે જોડાયેલી સાંસ્કૃતિક ધરોહર અને પરંપરાઓ વિશે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ જગતના દરેક લોકો માતૃભાષા પ્રત્યે ગૌરવ અનુભવે અને માતૃભાષાનો જ વ્યવહાર કરે તેવા ઉદેશથી માતૃભાષા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. માતૃભાષા સપ્તાહ અંતર્ગત આગામી સાત દિવસ સુધી માતૃભાષામાં જ કાર્યક્રમો યોજાશે.
Read About Weather here
જેમાં વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા ગુજરાતી ભાષાના શબ્દો, જોડણી, રૂઢીપ્રયોગો, કહેવતો, જોડકણા અને ગુજરાતના સાહિત્યકારોનો અભ્યાસ અને પરિચય કરાવવામાં આવશે. આ તકે મહર્ષિ ગુરુકુળના એમડી રજનીભાઈ સંઘાણીના જણાવ્યા મુજબ મહર્ષિ ગુરૂકુળમાં ભાષા સજ્જતા, ભાષા સંરક્ષણ અને ભાષા સંવર્ધન કરવા માટે પૂર્ણ પ્રયાસ કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here