હળવદમાં માનવીય બેદરકારીએ બાળ ગરીબોના જીવનદિપ ઓલવી નાખ્યા, 6ની ધરપકડ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
મોરબી જિલ્લાના હળવદમાં સાગર સોલ્ટ કંપનીમાં સર્જાયેલી દુઘર્ટનામાં પાછળ સ્થાનિક કંપની સંચાલકોની ધોર ગંભીર અને ગુન્હાહિત બેદરકારીનો પર્દાફાશ થયો છે. અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ હજુ  મુદ્ાઓ પર વેગ પૂર્વક ઉંડી તપાસ કરી રહી છે. તપાસમાં ધડાકો થયો છે કે, માનવીય બેદરકારીના પાપે બાળ ગરીબોના જીવનદિપ અકાળે ઓલવાઇ ગયા છે અને અનેક અન્ય લોકો ગંભીર રીતે ધાયલ થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ દુર્ઘટના પાછળ બેદરકારીની વિગતો તપાસમાં ધીમેધીમે ખુલી રહી છે જે દર્શાવે છે કે, આપણે ત્યાં  કારખાનાઓ અને પેઢીઓમાં કામ કરી રહેલા મજદુરોની સુરક્ષા માટે સરકારના કોઇ નીતિ નિયમોનું પેઢી કે કારખાના સંચાલકો પાલન કરતા દેખાતા નથી. તેના પરિણામે આવી ઘટનાઓ બનતી રહે છે.

Read About Weather here

પોલીસ તપાસમાં એવી ચોકાવનારી હકીકત બહાર આવી છે કે, પાયો ખોદયા વિના જ દિવાલ ઉંચી ચણી લેવામાં આવી હતી. ઉપરથી મીઠાની  વજન આવી જતા પત્તાના મહેલની જેમ દિવાલ ધરાશાહી થઇ ગઇ હતી અને બહુમુલ્ય માનવ જીંદગીઓ અકાળે મૃત્યુને સરણે થઇ ગઇ હતી. કંપનીની બેદરકારી બદલ પોલીસે અત્યાર સુધીમાં 6 શખ્સોની ધરપકડ કરી લીધી છે. હજુ આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here