માત્ર 9 વર્ષની વયે 15,000 શ્લોક કંઠસ્થ
આપણી પ્રાચીન ભારતીય પરંપરામાં વેદ શાસ્ત્રો અને પુરાણો તથા ધર્મગ્રંથોનુ અનેરું મહત્વ રહેલુ છે. પરંતુ વર્તમાન યુગમાં યુવાનો સંસ્કૃતિ અને વેદ શાસ્ત્રને ભૂલી સોશિયલ મીડિયાની દુનિયામાં ખોવાઈ ગયા છે ત્યારે માત્ર નવ વર્ષની નાની વયે સમર્થ કાંકડે 15000 શ્લોક કંઠસ્થ કરી ઉજળી પ્રાચીન પરંપરાને જીવંત રાખી છે.
ભારતના સૌથી નાની ઉંમરના વિદ્વાન શુક્લ યજુર્વેદિક ધનપાઠી સમર્થ કાંકડે ગુજરાતમાં સૌપ્રથમવાર સોમવારે ખંભલાય માતાજીના મંદિરે માંડલ ખાતે આવ્યા હતા.
માંડલ ખંભલાય માતાજી મંદિર પટાંગણમાં મહાવિષ્ણુયાગ નવગ્રહ મખ કાર્યક્રમમાં પરિવાર સાથે ખાસ હાજરી આપી હતી. સૌપ્રથમવાર સમર્થ કાંકડે માત્ર નવ વર્ષની ઉંમરે 15 હજારથી વધુ મંત્રો કંઠસ્થ કર્યા છે.મંત્રો ની રમઝટ બોલાવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
ઉલ્લેખનીય છે કે શુક્લ યજુર્વેદ ધનપાઠી અભ્યાસ કરતા 12 વર્ષ જેટલો લાંબો સમય લાગે છે.
જે પીએચડી સક્ષમ મનવામાં આવે છે. પરંતુ સમર્થ કાંકડેની ઉંમર 9 વર્ષ છે અને છતાં પણ તેને 15000 કરતા વધુ શ્લોકો કંઠસ્થ છે. મહત્વનું છે કે સમથે કાંકડેના પિતા જયેન્દ્ર કાકંડે અને તેનો ભાઈ પણ 13 વર્ષની ઉંમરે ધનપાઠી વિદ્વાન પંડિત બન્યા છે.
Read About Weather here
મુળ તેઓ ત્રંબકેશ્ર્વરના વિદ્વાન પંડિત બ્રાહ્મણ છે. માંડલ વિષ્ણુ મહાયજ્ઞમાં આવવાનો અવસર મળ્યો એ મારૂં અહોભાગ્ય છે. તેવુ જયેન્દ્રભાઈ કાંકડે જણાવ્યું હતું. આતકે માંડલ ખંભલાય માતાજી મંદિર ટ્રસ્ટ તરફથી કાંકડે પરિવારનું પાધડીયુ સન્માન કરવામાં આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here