હળવદમાં ડ્રોન ઉડતા દેખાયા

હળવદમાં ડ્રોન ઉડતા દેખાયા
હળવદમાં ડ્રોન ઉડતા દેખાયા
આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શહેર અને તાલુકા મા ચોરીની ઘટનાઓ બાદ હવે ઓચિંતા દશેક ગામોમાં ડ્રોન ઉડતા દેખાતા લોકોમાં ભય ફેલાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

હળવદ પંથકમાં છેલ્લા થોડા સમયમાં તસ્‍કરોએ બેફામ બનીને અનેક ચોરીઓને અંજામ આપ્‍યો છે આ અરસામાં છેલ્લા ૨ દિવસથી ચરાડવા, ધનાળા, વેગડવાવ સહિતના દશેક ગામોમાં રાત્રીના સમયે ડ્રોન ઉડતા જોવા મળ્‍યા હતા. એક તરફ ચોરીની ઘટના બીજી તરફ ઉડતા ડ્રોન જોઈને લોકોમાં ભય પણ ફેલાયો છે.

Read About Weather here

આ ઘટના અંગે પીઆઇ એમ.વી. પટેલનો સંપર્ક સાધતા તેઓએ કહ્યું કે તેમને દશેક ગામોના સરપંચોએ ડ્રોન ઉડતા દેખાયા હોવાની જાણ કરી છે. જેથી તેઓની ટીમે આ દિશામાં તપાસ આદરી છે.સામે પોલીસે પણ હવે ચોરોને વીણી વીણીને કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. જેમાં આજે જ એક ટ્રેકટરની ટ્રોલી કરનાર ચોરને દબોચી લીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here