હરિયાણા સોનેપત વિસ્તારમાં એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહેલા કીડની કૌભાંડનો દિલ્હી પોલીસે પર્દાફાશ કરી દેતા ખળભળાટ મચી ગયો છે. ગરીબ અને બેઘર લોકોને નાણાંની લાલચ આપી એમની કીડની કાઢી લેવાનું અને ધનિક દર્દીઓને ઉચી કિંમત વસુલી કીડની આરોપણ કરવાનું ભયાનક ષડ્યંત્ર બહાર આવ્યું છે. દિલ્હી પોલીસે એક ડોક્ટર સહિત 10 શખ્સોની આખી ગેંગ ઝડપી લીધી છે.
Visit Saurashtra Kranti Homepage here
દિલ્હીમાં એક હોસ્પિટલની બહાર કીડની ટોળકીના કેટલાક અપરાધીઓ બેઘર લોકોને નાણાંની લાલચ આપી એક કીડની આપવાની કોશિશો કરતા દેખાયા હતા. હોસ્પિટલ સતાવાળાઓએ હૌઝ ખાસ પોલીસને જાણ કરી હતી અને પોલીસે આખી ટુકડીને દબોચી લીધી હતી. ગુજરાત, આસામ, પશ્ર્ચિમ બંગાળ અને કેરળના 21 થી 32 વર્ષની વયના 4 ગરીબો આ ટોળકીનો શિકાર બન્યા છે. એ ચારેયની ઓળખ મળી છે. તેમ દક્ષિણ દિલ્હીના ડીસીપી બેનીતા મેરી જયકરે જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આવી રીતે ગેંગ પાસેથી કીડની આરોપણ કરાવનાર એક વ્યક્તિની પણ ઓળખ મળી ગઈ છે. પોલીસ સુત્રોએ જણાવ્યા મુજબ દાતાઓ આવા બેઘર અને ગરીબ લોકોને કીડનીનાં બદલામાં રૂ.1 થી 3 લાખ જેવી રકમ ચૂકવી કીડની આરોપણ કરાવનાર પાસેથી કીડની દીઠ રૂ.25 થી 30 લાખ જેવી રકમ પડાવે છે.
Read About Weather here
આરોપી તબીબે સોનેપતનાં ગોહાના ખાતે હોસ્પિટલ ઉભી કરી છે જ્યાં ગરીબ અને બેઘર લોકોની કીડની કાઢી લેવાતી હતી. છેલ્લા 6 મહિનામાં આ ટોળકીએ 15 કીડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કર્યાનું બહાર આવ્યું છે. આ ટોળકી સતત આવા ગરીબ અને બેઘર લોકોની શોધમાં રહે છે. હોસ્પિટલની બહાર તથા મંદિર અને ગુરુદ્વારાની બહાર ફૂટપાથ પર રહેતા લોકોને નાણાની લાલચ આપી લઇ જવાય છે. આ ગેંગનો મુખ્ય અપરાધી ઓપરેશન થીયેટરનો ટેક્નીશીયન કુલદીપ રે વિશ્વકર્મા છે. અન્ય અપરાધીઓમાં સર્વજીત જેલવાલ, શૈલેષ પટેલ, લતીફ અબે બીકાસ નામના અપરાધીઓ છે. રણજીત ગુપ્તા અને ડો.સોનું રોહિલ્લા પણ ઝડપાયા છે. એનેસથીસીયા આપતો સૌરભ મિતલ, કુલદીપ રે, ઓમપ્રકાશ શર્મા અને મનોજ તિવારી જેવા ગેંગ મેમ્બરને પણ ઝડપી લેવાયા છે. શિકાર નાણાની લાલચમાં સપડાઈ જાય એટલે આ ટોળકી તેને ગુહાના લઇ જતી હતી. જ્યાં ઓપરેશન કરીને તેની કીડની કાઢી લેવામાં આવતી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here