શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાન દ્વારા ગુજરાતની 12 જેટલી શાખા સંસ્થાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકો અને સંચાલક મિત્રોના ઉત્કર્ષ માટે બે દિવસીય ઓનલાઇન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓનલાઈન તાલીમ શિબિરમાં એક હજારથી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા શિક્ષકોને શિક્ષણક્ષેત્ર માટે સજ્જ કરવામાં આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
શૈક્ષણિક વર્ષના પ્રારંભ પૂર્વે સંતો, સંચાલકો અને શિક્ષકોના ઉત્કર્ષ દ્વારા શૈક્ષણિક કાર્ય ક્ષેત્રને સુદ્ર્ઢ અને હેતુસર બનાવવા માટે અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ઉત્કર્ષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજકોટ ગુરૂકુલ સંસ્થાનની તમામ શાખાઓના શિક્ષકોને એકસરખી ટ્રેનિંગ અને વિદ્યાર્થીઓને એકસરખું એજ્યુકેશન મળી રહે એટલે કે ‘વન કેમ્પસ વન એજ્યુકેશન સિસ્ટમ’ માટે તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું. આ ટ્રેનીંગનો હેતુ બાળકોનું ઉત્તમ જીવન ઘડતર કરીને તેમના વાલીઓની અપેક્ષાઓને સાકાર કરવાનો હતો.
Read About Weather here
આ શિબિર બે ભાગમાં વિભાજીત કરવામાં આવી હતી. પ્રથમ ધો.9 થી 12 ના શિક્ષકો અને સંચાલકો માટે અને બીજી ધો.1 થી 8 ના શિક્ષકો માટે. જેમાં ધો.9 થી 12ના શિક્ષકો માટે તા.3 અને 4 જૂનના રોજ અને ધો.1 થી 8 ના શિક્ષકો માટે તા.9 અને 10 જૂન દરમિયાન બે દિવસીય ઓનલાઇન શિક્ષક ઉત્કર્ષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિરના સફળ આયોજન માટે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ સંસ્થાનના પૂ. સંતો અને મહંતોના માર્ગદર્શન હેઠળ સંસ્થાના સંચાલકો અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ ઓનલાઇન ઝુમ સેશનના માધ્યમથી યોજાયો હતો. શાખા સંસ્થાઓએ શિક્ષકોને પ્રત્યક્ષ હાજર રાખી સમગ્ર કાર્યક્રમને સફળતા અપાવી હતી. તેમ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here