સ્પામાં એનર્જી ડ્રિંક પીતા પહેલાં ચેતજો…!

સ્પામાં એનર્જી ડ્રિંક પીતા પહેલાં ચેતજો…!
સ્પામાં એનર્જી ડ્રિંક પીતા પહેલાં ચેતજો…!
શહેરના પોશ વિસ્તાર સિટીલાઇટ, વેસુ, વીઆઇપી રોડ અને ડુમસ રોડ પર સ્પામાં પોલીસનું દબાણ વધતા હવે કતારગામ, વરાછા, કાપોદ્રા અને સરથાણામાં ભાડાની દુકાનોમાં સ્પા શરૂ કરાયા છે. શહેરમાં સ્પામાં જવાની ભૂલ કરી બેઠેલા સારા ઘરના નબીરાઓ હવે સુધરવા માટે નશામુક્તિ કેન્દ્ર તરફ વળ્યા છે. મોટેભાગના યુવકો મિત્ર સાથે સ્પામાં જવાના ચક્કરમાં એમડી ડ્રગ્સની લતે ચડી ગયા છે.જેમાં મોટેભાગે દેહ વેપાર થઈ રહ્યો છે. ખરેખર આ વિસ્તારોમાં પોલીસે ચેકિંગ કરવાની જરૂર છે.

Visit Saurashtra Kranti Homepage here

નશામુક્તિમાં સારવાર લઈ રહેલા કેટલાક યુવકોએ પોતાનું નામ નહિ આપવાની શરતે કેટલીક ચોંકાવનારી વિગતો આપી હતી.મારી ઉંમર 32 વર્ષની છે અને અડાજણમાં રહી કાપડનો વેપાર કરૂ છું. મને એક વાર મિત્ર વેસુના સ્પામાં લઈ ગયો ત્યાં મને સ્પામાં એનર્જી ડ્રિંક આપવામાં આવ્યું હતું. મે અડધો ગ્લાસ પીધા પછી મને કંઈ જુદુ ફીલ થયું. મિત્રને પૂછ્યું કે, એનર્જી ડ્રિંકમાં કંઈ નાખ્યું છે તો ના પાડી.

બીજીવાર ગયો ત્યારે યુવતીએ કહ્યું કે તમે ટેબ્લેટ લીધી? આથી મે ના પાડતા મને સમજાવવા લાગી કે ટેબ્લેટ લેવાથી લાંબો સમય આનંદ માણી શકાય, થોડી વારમાં રૂમમાં એક શખ્સ ગ્લાસમાં એનર્જી ડ્રિંક આપી ગયો જે પીતા હું અલગ દુનિયામાં ખોવાય ગયો હતો. શરૂઆતમાં બે-ત્રણ વખત સ્પામાં મારી પાસે એનર્જી ડ્રિંકના પૈસા લીધા ન હતા. ડ્રિંકનો નશો એટલી હદે ચઢયો કે હું સ્પામાં વીકમાં 3-4 વાર જવા લાગ્યો.

પછી તો બેચેની લાગે એટલે મહિનામાં 15 દિવસ સ્પામાં જતો હતો. સ્પામાં આનંદ માણવાના ચક્કરમાં લાખોની રકમ ગુમાવી હતી. મને અશકિત અને બેચેની લાગતા ડોકટર પાસે ગયો ત્યારે લોહી પેશાબના રિપોર્ટ આધારે એમડી ડ્રગ્સની જાણ થતા હાલ બે નશા મુક્તિ કેન્દ્રમાં સારવાર લઈ રહ્યો છું.મારી ઉંમર 28 વર્ષની છે અને હું અડાજણમાં રહું છું.પિતા બિલ્ડર છે અને તેમની સાથે ધંધામાં છું, મારી પત્ની પ્રેગ્નેટ હોવાથી પિયરમાં હતી.

Read About Weather here

ત્યારે એક મિત્ર અડાજણના સ્પામાં લઈ ગયો હતો. સ્પામાં યુવતીએ મને વ્હાઇટ કલરનો પાવડર બતાવી કહ્યું કે, આ લેવાથી ડબલ એન્જોયમેન્ટ આવશે, મે પહેલીવાર ડ્રગ્સ લીધું પછી રેગ્યુલર લેવા લાગ્યો,ડ્રગ્સના નશાને કારણે કાર પછી પત્નીના દાગીના સહિત 10 લાખની રકમ ગુમાવી હતી. સ્પામાં યુવતીએ મને પહેલીવાર કહ્યું કે, આપને ડ્રિંક લીયા,મે ના પાડતા મને સેક્સ પાવર વધારવાની દવાની આડમાં એમડી ડ્રગ્સ એનર્જી ડ્રિંકમાં આપી દીધું હતું. શરૂઆતમાં મને એમડીની લત લગાડવા એનર્જી ડ્રિંક રૂ.500માં આપ્યુ પછી મને ધીરે ધીરે લત લાગતા રૂ.2000 લેતા હતા.મારી ઉંમર 35 વર્ષની છે, અડાજણમાં રહું છું,કમ્પ્યુટર સ્પેરપાર્ટસનો સુરત- મુંબઈમાં વેપાર કરૂ છું, મારો મિત્ર મને સ્પામાં લઈ ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here