સ્કૂલ બસે 2 વર્ષની બાળકીને કચડી નાખી…!

સ્કૂલ બસે 2 વર્ષની બાળકીને કચડી નાખી...!
સ્કૂલ બસે 2 વર્ષની બાળકીને કચડી નાખી...!
બાળકીનું માથું બસના ટાયર નીચે કચડાઈ ગયું. માથાનો એક ભાગ રસ્તા પર ચોંટી ગયો હતો. મધ્યપ્રદેશના બડવાનીમાં સ્કૂલ-બસે બે વર્ષની બાળકીને કચડી નાખવાનો હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે.  

Visit Saurashtra Kranti Homepage here

માસૂમ બાળકી પિતાની પાછળ સ્કૂલ-બસમાં ઘરે આવી રહેલા ભાઈને લેવા આવી હતી. ઘટના બાદ ચાલતી બસથી ડ્રાઈવર કૂદીને ભાગી ગયો. બસમાં 12 બાળક સવાર હતાં. ત્યાં હાજર રહેલા લોકોએ દોડીને બસને બ્રેક લગાવીને રોકી હતી.

બાળકીનું નામ યતિકા રાઠોડ છે. દૂર્ઘટના બુધવારે સાંજે આશરે 4 વાગ્યાની છે. આ ઘટનાના રૂંવાડાં ઊભાં કરી દે એવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ધ અગ્રવાલ પબ્લિક સ્કૂલની બસ બાળકોને ઘરે મૂકવા પલસૂદથી ગંધાવાલ આવી હતી. માસૂમ યતિકાનો મોટો ભાઈ પણ અગ્રવાલ પબ્લિક સ્કૂલ, પલસૂદમાં ભણે છે.

સ્કૂલ બસે 2 વર્ષની બાળકીને કચડી નાખી...! બાળકી

બસ ભાઈને ઘરની સામે ઉતારવા માટે રોકાઈ હતી. બાળકીના પિતા અંતિમ રાઠોડ બાળકને લેવા બસની પાસે ઊભેલા એ દરમિયાન બાળકી પણ પિતાની પાછળ-પાછળ આવી હતી.

યતિકા બસની સામેથી નીકળી રહી હતી. ડ્રાઈવરે સામે દેખ્યા વગર બસને આગળ ચલાવી. આ દરમિયાન માસૂમ બાળકી ટાયર નીચે આવી ગઈ. ઘટના બાદ ડ્રાઈવર ચાલતી બસમાં કૂદીને ભાગી ગયો.

ઘટનાસ્થળે હાજર લોકોએ બસને બ્રેક લગાવીને 12 બાળકનો જીવ બચાવ્યો. માસૂમના પરિવારમાંથી રવિ રાઠોડે જણાવ્યું હતું કે ડ્રાઈવર બેદરકારીથી બસ ચલાવીને બાળકીને કચડી છે.

Read About Weather here

પોલીસ અધિકારી પિંકી સિસોદિયાનું કહેવું છે કે પરિવારની ફરિયાદ પર આરોપી ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ડ્રાઈવર ફરાર છે અને તેની શોધખોળ હાથ ધરી છે.અમે બસને જપ્ત કરીને પોલીસ સ્ટેશને લાવી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here