સ્કૂલવાન અને કાર અથડાતા વિદ્યાર્થિનીનું મોત,8ને ઇજા

સ્કૂલવાન અને કાર અથડાતા વિદ્યાર્થિનીનું મોત,8ને ઇજા
સ્કૂલવાન અને કાર અથડાતા વિદ્યાર્થિનીનું મોત,8ને ઇજા
અકસ્માત થતા ઘટનાસ્થળે સેવાભાવી લોકો દોડી ગયા હતા અને વાનના ડ્રાઈવરને જેકના મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. એક કલાક જહેમતથી તેને બહાર કાઢવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આજે વહેલી સવારે આટકોટ પાસે સ્કૂલવાન અને કાર અથડાતા ધો.5ની વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે. જ્યારે આઠને ઇજા થઈ છે.આટકોટ ગોંડલ હાઈવે ખારાચીયાની ગોળાઈ પાસે સવારે બે ફોર વ્હીલર સામસામી ધડાકાભેર અથડાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

કાર રોડ નીચે ઉતરી ગઈ હતી.જેમાં મારૂતિ વાન ખારાચીયાથી આવતી હતી, જે સ્કુલવાનમાં વિદ્યાર્થીઓ ભરી જસદણ તરફ જતા હતા ખારચીયાની ગોળાઈ સામેથી આવતી એસન્ટ કાર સાથે મારૂતિ વાન ધડાકાભેર અથડાઈ હતીકુલ આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળે સરઘારની 108 એમ્બ્યુલન્સ તેમજ જસદણની 108 એમ્બ્યુલન્સ દોડી ગઈ હતી.ખારચીયાની ગોળાઈ પાસે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય વાનમાં મુત્યુ પામેલ ગૌરીસિંગ અજયસિંગનું ઘોરણ પાંચ ભણતી હોવાનું જાણવા મળ્યું છે. બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આટકોટ પાસે સ્કૂલવાન અને કાર અથડાતા ધો.5ની વિદ્યાર્થિનીનું મોત, આઠને ઇજા

જયારે વાનમાં ઘાયલ થયેલા ડ્રાઇવર સંજયભાઈ બાવળીયા, સોમીરાણા ભરતસિંગ, હેમાની વી. રાણા, કારમાં સવાર ભોળાભાઈ રામાણી, ચંદ્રિકાબેન રામાણી, દયાબેન રામાણી, શિલ્પાબેન રામાણી, યુગ રામાણી સહિત પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાસ્થળે સરઘારની 108ના પાયલોટ પુનિતભાઈ વ્યાસ ઇએમટી સુલય રાઠોડ જસદણની 108ના દેવાતભાઇ પાઈલોટ ઈ એમટી રાહુલ કુબાવત દોડી ગયા હતા અને ઇજા થતાં તમામને જસદણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં બમ્પર મુકવાની માંગણી પણ ઉઠી છે. આ ગોળાઈ પાસે કેટલા અકસ્માતો સર્જાયા છે.

Read About Weather here

એક બમ્પર બનાવો જોઈએ જેથી અકસ્માત થતાં અટકાવી શકાય છે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું.ઘટનાસ્થળે સેવાભાવી લોકો પણ દોડી ગયા હતા આટકોટ પોલીસના જમાદાર આર.જી. મેટાળીયા સહિતનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી જઈ અને ટ્રાફિક ક્લીયર કરવાની કામગીરી કરવામાં આવી હતી, અને ખારચીયા ની ગોળાઈ પાસે અવાર-નવાર અકસ્માત થતા હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here