પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું ઉદ્ઘાટન
એન.એસ.આઇ ગ્રાઉન્ડ ખાતે તા.11 થી 13 સુધી આંતરરાષ્ટ્રીય વેપાર મેળો: સ્થાનિક 75 થી વધુ કંપનીઓ ભાગ લેશે
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ વેપાર મંડળના પ્રમુખ પરાગ તેજુરાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે,સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગના વિકાસ માટે આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન થાય છે.
Visit Saurashtra Kranti Homepage here
આગામી તા. 11 થી 13 ફેબ્રુઆરીના રોજ એનએસઆઇસી ગ્રાઉન્ડ 80 ફૂટ રોડ ખાતે ભવ્ય આંતરરાષ્ટ્રીય વેપાર મેળો યોજાશે. આ મેળાનું ઉદ્ધાટન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ રામભાઇ મોરિયા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, મ્યુ.કમિશનર અમિત અરોરા એમએસએમઇ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટયૂટના ડિરેક્ટર સ્વાતિ અગ્રવાલ, ડી.આઇ.એસના જનરલ મેનેજર કે.વી.મોરી,યુવા ડો.હેમાંગ વસાવડા, યુવા અગ્રણી જય શાહ વગેરે ઉપસ્થિત રહેશે.
એસયુવીએમ 2023 વેપાર ઉદ્યોગ મેળામાં સ્થાનિક અને રાજય, રાષ્ટ્રીય કક્ષાએથી લગભગ 25 હજારથી વધુ મુલાકાતીઓ આવશે. મેળામાં વિનામૂલ્યે બિઝનેશ કાર્ડ ઉપર પ્રવેશ આપવામાં આવશે. પ્રદર્શનનો સમય સવારે 10 થી સાજે 6 વાગ્યા સુધીનો રહેશે.
એસયુવીએમ આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં વિદેશના દેશો જેમ કે ઘાના, સુદાન, બુર્કિનાફાસો, ટોગો તાન્ઝાનિયા,ઝામ્બિયા, ઝિમ્બાબ્વે, યુગાન્ડા, કેન્યા, સેનેગલ,કોંગી ગેમ્બિયા, ગેબોન, બાંગ્લાદેશ, ભુતાન, નેપાળ, શ્રીલંકા સહિત અનેક દેશોમાંથી 100થી વધુ બિઝનેશમેન મુલાકાત લેશે. તેઓ પાંચ દિવસ રાજકોટમાં રોકાશે અને વિવિધ ફેકટરીઓની મુલાકાત લેશે. આ વર્ષે મધ્યપ્રદેશના સભ્યો પણ સ્ટોલ રાખીને ભાગ લઇ રહ્યા છે. તેમનું એક ડેલીગેશન પણ શો માં આવશે.
ઇન્ડિયન બાંગ્લાદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝના સભ્યો પણ પોતાના સ્ટોલ રાખીને ગાર્મેન્ટની પ્રોડકટ ડિસ્પ્લે કરશે. અમુક આફ્રિકન દેશોના પ્રતિનિધિઓ પણ પોતાના દેશની પ્રોડકટસ ડિસ્પ્લે કરશે. આ શોમાં બાંગ્લાદેશ એગ્રિકલ્ચર મશીનરી મર્ચન્ટ એસોનું પ્રતિનિધિમંડળ આવશે.
મુખ્યમહેમાન તરીકે વેનેઝુએલાના ડિપ્લોમેટ અલફ્રેડો કાલ્ડેરા, ઝિમ્બાબ્વેના હાઇ કમિશનર ડો. ચીપારે તથા મલાવીના હાઇ કમિશનર લિયોનાર્ડ મેન્ગેજી આવશે. આ પ્રદર્શનમાં સ્થાનિક 75થી વધુ કંપનીઓ ભાગ લેશે અને વિદેશી કંપનીઓ સાથે પોતાનો બિઝનેશ ગોઠવશે.
Read About Weather here
આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા એસયુવીએમ 2023 આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ભાગ લેનાર એકમોને ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એમડીએ સબસીડીની સ્કીમ મુજબ લગભગ વિનામૂલ્યે કહી શકાય તે રીતે સ્ટોલ આપવામાં આવશે. એકમોને ફકત સબસીડી મંજૂર થાય ત્યાં સુધી સ્ટોલની રકમનું રોકાણ કરવાનું રહેશે. આ મેળાને ગુજરાત સરકારના વિવિધ વિભાગો જેમકે ઉદ્યોગ વિભાગ,ઇન્ડેકસ -બી,ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન, ગરવી ગુર્જરી, ગુજરાત હેન્ડલુમ એન્ડ હેન્ડીક્રાફટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સ્પોન્સર કરાયો છે. વેપાર ઉદ્યોગ જગતના લોકોને આ મેળાની મુલાકાત લેવા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના પ્રમુખ પરાગ તેજુરાએ અપીલ કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here