વિદ્યાર્થીઓને રોજીંદી જીવનશૈલીમાં મદદરૂપ બાબતોથી અવગત કરાયા
ગત તા.4 ફેબ્રુ.ના રોજ હિન્દી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના વિદ્યાર્થીઓએ હિન્દી ભવનના અધ્યક્ષ અને પ્રો. ડો. બી. કે. કલાસવા તેમજ અન્ય શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ સાથે માધાપર પાસે આવેલ રીઝનલ સાયન્સ સેન્ટર-રાજકોટની મુલાકાત લીધેલ હતી. આ સેન્ટરમાં આવેલ છ અલગ-અલગ વિભાગો જેમ કે રોબોટિક સાઇન્સ, લાઈવ સાઇન્સ, મિકેનિકલ સાઇન્સ, સિરામિક સાઇન્સ વગેરેની મુલાકાત લઈ સેન્ટરના કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલ.
Visit Saurashtra Kranti Homepage here
વિજ્ઞાન અને ટેક્નોલોજીની સવિસ્તાર જાણકારી અને સમજણથી પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરેલ હતી. આ સેન્ટરમાં વિવિધ પ્રકારના ઉપકરણો, મશીનો, સાધનો વગરે રાખેલ હતા તથા તેની પાછળનું વિજ્ઞાન શું છે, તે કેવી રીતે કામ કરે છે, તેનો શું અને કેવીરીતે ઉપયોગ થાય છે તે તમામ માહિતી સવિસ્તાર પ્રાયોગિક રીતે સમજાવવામાં આવી હતી.
Read About Weather here
આ મુલાકાતથી વિદ્યાર્થીઓને પોતાના રોજિંદી જીવનશૈલીમાં મદદરૂપ થઈ શકે તેવી અનેક બાબતોથી તેઓને અવગત કરવામાં આવ્યા હતાં અને તેનું વિસ્તૃત જ્ઞાન તેઓએ મેળવ્યું હતું. ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં વિકાસની સંભાવનાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન સેન્ટરનાં ડાયરેક્ટર સુમિત વ્યાસ અને સહકર્મી અવિનાશ વ્યાસ અને હરિત ઉપાધ્યાયએ પૂરી જહેમત ઉઠાવીને સહયોગ આપ્યો હતો. જરૂરી તમામ માર્ગદર્શન આપ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here