સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંદોલનનાં નામે અંગત આર્થિક રોટલા શેકવાના પ્રયાસો સામે લાલબતી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંદોલનનાં નામે અંગત આર્થિક રોટલા શેકવાના પ્રયાસો સામે લાલબતી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંદોલનનાં નામે અંગત આર્થિક રોટલા શેકવાના પ્રયાસો સામે લાલબતી
છેલ્લા થોડાક સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીલક્ષી નિર્ણયો લેવાનું ચાલુ થતા જ કેટલાક લોકોનાં પેટમાં તેલ રેડાયું છે અને યુનિવર્સિટીને બદનામ કરવા માટે કહેવાતા વિરોધ, દેખાવ અને આંદોલન થઇ રહ્યાનો કોંગ્રેસનાં જ એક કાર્યકરે પ્રદેશ નેતાગીરીને લખેલા પત્રમાં સણસણતો આક્ષેપ કર્યો છે. જેના કારણે યુનિવર્સિટીમાં છાશવારે વિરોધ અને આંદોલન કરી રહેલા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે.કોંગ્રેસ પક્ષને પ્રદેશ કક્ષાએ કરેલી લેખિત રજૂઆતમાં આ કાર્યકરે ધ્યાન દોર્યું છે કે, કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ અને યુવા પાંખ વિદ્યાર્થીઓને ન્યાય અપાવી પક્ષની વિચારધારા સાથે જોડવાનું કામ કરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈ- યુવા કોંગ્રેસ વિદ્યાર્થીઓનાં પ્રશ્ને લડત કરી સત્ય ઉજાગર કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

તેથી જ શિક્ષણ વિભાગે વર્ષોથી ઘર કરી ગયેલા સિન્ડીકેટ સભ્યોને ઘરભેગા કર્યા છે. કાર્યકરે લેખિતમાં એવો આક્ષેપ કર્યો છે કે, આવા સભ્યોને કાઢી મુકાતા આપણા પક્ષનાં જ અમૂક સિનિયર નેતાને માઠું લાગ્યું હોય તેમ આવા લોકોનું ઉપરાણું લઇ વિરોધ કરવા લાગ્યા છે. વર્ષોથી સતાધારી પાર્ટીનાં લોકો સાથે મળી પોતાની ઘરની કોલેજો બનાવી આર્થિક ફાયદા મેળવનાર નેતાઓએ આંદોલનો અને વિરોધ શરૂ કર્યા છે અને માઝા મૂકી છે. કોલેજોની મંજૂરી અટકતા વિરોધનાં આવા ફજેતા થઇ રહ્યાનો કાર્યકરે આક્ષેપ કર્યો છે. યુનિવર્સિટીમાં ભષ્ટાચારનું જે મૂળ હતું એ ઘરભેગું થતા આપણા જ પક્ષનાં કેટલાક નેતાને માઠું લાગી ગયું એ નવાઈ છે.તેમણે એવો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, આપણા પક્ષનાં એક આગેવાન જે પૂર્વ સેનેટ સભ્ય પણ છે.

Read About Weather here

એમના વિરોધ અને નિવેદનો ભાજપનાં કોર્પોરેટર તથા પૂર્વ સિન્ડીકેટ સભ્યનાં ઈશારે થઇ રહ્યા છે. પરીક્ષાઓમાં સીસીટીવીની જાહેરાતથી અમુક લોકોની ગ્રામ્ય વિસ્તારની કોલેજોને તાળા લાગવાનો ડર હોવાથી યુનિવર્સિટીને બદનામ કરવામાં આવે એ દુ:ખદ છે. યુનિવર્સિટીમાં 3 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સેંકડો પ્રોફેસર અને ટીચિંગ સ્ટાફ છે. ભાજપનાં હાથા બનેલા આવા લોકોથી ખોટો સંદેશો જઈ રહ્યાનો આક્ષેપ કરતા રજૂઆતકર્તા આ કાર્યકરે આવા તત્વોને પક્ષમાંથી બરતરફ કરવા માંગણી કરી છે અને જરૂર પડે તો પુરાવા આપવાની તત્પરતા દર્શાવી છે.યુનિવર્સિટીમાં ભાજપની આંતરિક લડાઈમાં વર્ષોથી મુળિયા નાખી પડેલા સિન્ડીકેટ સભ્યો દૂર કરાયા છે અને તેથી લોકો ખુશ છે અને કુલપતિની કાર્યશૈલીથી શિક્ષણ માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે. જયારે વાસ્તવિકતા દર્શાવતો આ કાર્યકરનો પત્ર જોઇને શહેર કોંગ્રેસમાં પણ ભારે ચર્ચા જાગી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here