સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની જૂલાઈમાં એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી. પ્રવેશ પરીક્ષામાં કો-ઓર્ડીનેટર તરીકે પી.જી. વિભાગના હેડ મનીષ ધામેચા તો કો-કોર્ડીનેટર દિૃપક પટેલ, મનીષ શાહ અને રમેશ કોઠારીને મૂકાયા છે. જુલાઈમાં માસમાં ઓનલાઈન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે. જેમાં કોમર્સમાં સૌથી વધુ 20, ફિઝિક્સમાં 14, માઈક્રોબાયોલોજીમાં 9, હિન્દૃીમાં 8, એજ્યુકેશનમાં 7, ગુજરાતી, કેમેસ્ટ્રી, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્રમાં 6-6, કાયદૃા – ઈતિહાસમાં 4-4, સમાજશાસ્ત્ર, કમ્પ્યુટર સાયન્સ,

Visit Saurashtra Kranti Homepage here

મનોવિજ્ઞાન, ઇલેક્ટ્રોનીક્સ, અંગ્રેજીમાં 3-3 હૃાુમન રાઈટસ, બિઝનેસ મેનેજમેન્ટ, ફાર્મસી, તત્વજ્ઞાન, સંસ્કૃત, સોશ્યલ વર્કમાં 2-2, મેથેમેટિક્સ, એપ્લાયડ ફિઝિક્સ અને રૂરલ સ્ટડીઝમાં 1-1 સીટ પીએચ.ડી. માટે ખાલી છે. જયારે પત્રકારત્વ અને પરફોર્મિંગ આર્ટ્સ સહિતની ફેકલ્ટીમાં આ વખતે પીએચ.ડી.ની એક પણ જગ્યા ખાલી નહિ હોવાથી તેમાં એન્ટ્રન્સ ટેસ્ટ જ નહિ લેવાય.

Read About Weather here

જેને કારણે છેલ્લા એક વર્ષથી મહેનત કરતા વિદ્યાર્થીઓની તૈયારી પર પાણી ફરી વળશે. સાથે જ યુનિવર્સિટી દ્વારા તઘલખી નિર્ણય કરાયો છે કે એન્ટ્રન્સ ટેસ્ટમાં પાસ વિદ્યાર્થીને ડીઆરસીમાં ગાઈડ ન ફળવાય તો વિદ્યાર્થીએ બીજા વર્ષે રૂ.500ની ફી ભરી ફરી પરીક્ષા પાસ કરવી પડશે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષામાં હવે પાસ વિદ્યાર્થીને સીટ ન મળે તો બીજા વર્ષે ફરી પરીક્ષા આપવાની તેવા નિયમથી છાત્રોમાં ભારે રોસ જોવા મળી રહૃાો છે. આ વર્ષે 26 કોર્સમાં પીએચ.ડી.ની 121 જગ્યા ખાલી છે. જેની એન્ટ્રન્સ ટેસ્ટ જુલાઈમાં યોજાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here