સૌરાષ્ટ્ર-કચ્છ જાણે કોલ્ડ સ્ટોરેજ, બર્ફીલા પવન સાથે ધ્રુજાવતી ઠંડી

સૌરાષ્ટ્ર-કચ્છ જાણે કોલ્ડ સ્ટોરેજ, બર્ફીલા પવન સાથે ધ્રુજાવતી ઠંડી
સૌરાષ્ટ્ર-કચ્છ જાણે કોલ્ડ સ્ટોરેજ, બર્ફીલા પવન સાથે ધ્રુજાવતી ઠંડી

નલિયામાં સૌથી ઓછું તાપમાન 5.4 ડિગ્રી, રાજકોટમાં 9, ભુજમાં 9.8, જામનગરમાં 10 ડિગ્રી તાપમાનથી ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું: ગીરનાર પર્વત પર 8.4 ડિગ્રી તાપમાન, રાજ્યભરમાં આકરી ઠંડીથી જનજીવન ત્રાહિમામ

સૌરાષ્ટ્ર -કચ્છમાં બર્ફીલા પવનોને કારણે ધ્રુજાવી દેતી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને રાજકોટ, જામનગર, નલિયા સહિતનાં શહેરો કોલ્ડ સ્ટોરેજ બની ગયા છે. પરિણામે જનજીવનને જબરી અસર થઇ છે. રાજકોટ સહિતનાં શહેરોમાં સાંજ ઢળે અને ઠંડીનો કર્ફ્યું લાગી જાય છે અને દિવસભર ઠંડા પવનને કારણે ગાત્રો ગાળતી ઠંડીનો અનુભવ થાય છે. જેનાથી જનજીવન અતિશય પ્રભાવિત થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યમાં રાબેતા મુજબ સૌથી ઠંડુ શહેર કચ્છનું નલિયા રહ્યું હતું. જ્યાં નિમ્નતમ તાપમાન 5.4 ડિગ્રી નોંધાતા નલિયાનાં લોકો તોબા પોકારી ગયા હતા. અન્ય શહેરોમાં ભુજમાં 9.8 ડિગ્રી, રાજકોટમાં 9, જામનગરમાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાતા દિવસનાં ભાગે પણ શહેરનાં રાજમાર્ગો પર સુનકાર છવાયો જોવા મળ્યો હતો. ડીસામાં 9, વડોદરામાં 9.5, ભાવનગરમાં 10.1, દીવમાં 10.6, અમદાવાદમાં 10.1, દ્વારકામાં 13.6, કંડલામાં 12.5, પોરબંદરમાં 10.2, સુરતમાં 11.4, વેરાવળમાં 11.2, દાદરા-નગર હવેલીમાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

સૌથી વધુ ઊંચું તાપમાન ઓખામાં 17 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટ, જામનગર જેવા શહેરોમાં તો બર્ફીલા પવનોને કારણે વધુ આકરી અને કાતિલ ઠંડીની અનુભૂતિ લોકો દિવસભર ઘરમાં જ પુરાયેલા જોવા મળ્યા હતા. વાહન વ્યવહાર પણ પાંખો જોવા મળ્યો હતો. સાંજથી જ લોકો ઘરની બહાર અને શેરીનાં નાકાંઓ પર તાપણાં સળગાવીને બેઠેલા દેખાયા હતા. પવનની ગતિ સૌથી વધુ જામનગરમાં પ્રતિકલાક 40 કિ.મી. જેટલી નોંધાઈ હતી. જેના કારણે આખું શહેર થીંગરાઈ ગયું હતું. રાજકોટ અને અન્યત્ર પવનની ગતિ સરેરાશ 7.12 કિ.મી. રહી હતી. બર્ફીલા પવનોથી લોકો તો ઠીક પશુ-પક્ષીઓ પણ ઠરીને ઠીકરૂ થઇ ગયા હતા.

Read About Weather here

છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર કચ્છ અને રાજ્યભરમાં વાતાવરણ ટાઢુંબોર રહ્યું છે. હજુ ઠંડી વધે તેવી શક્યતા છે. ગીરનાર પર્વત પર 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. લોકો મોટાભાગે સાંજે ગરમ વસ્ત્રો પહેરીને નીકળતા હોય છે પણ કાતિલ શીતલહેરને કારણે દિવસભર લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ રહેવા મજબુર બન્યા છે. મોર્નિંગ વોક કરનારા પણ આકરી ઠંડીને કારણે પોતાનો નિયત ક્રમ રદ કરવા મજબુર બન્યા છે. આ રીતે સમગ્ર રાજ્યનાં જનજીવન પર ટાઢાંસૂરનો પ્રકોપ ફરી વળ્યો છે. લોકોને અને ખાસ કરીને બાળકો અને વયવૃધ્ધો સભ્યોને ઠંડીથી બચાવવા સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here