રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું નલિયા, 2.4 ડિગ્રી: રાજકોટમાં 9.4 ડિગ્રી, જામનગરમાં 9 ડિગ્રી
રાજકોટ સહિત રાજયમાં કોલ્ડવેવની અસર હેઠળ આજે પણ તિવ્ર ઠંડીનું આક્રમણ યથાવત રહેવા પામ્યું હતું અને આજે પણ નલિયા, ભૂજ, રાજકોટ, ડિસા, ગાંધીનગર સહિતનાં સ્થળોએ સિંગલ ડિઝીટ તાપમાન નોંધાયું છે. આજે પણ રાજયનું સૌથી ઠંડુ શહેર 2.4 ડિગ્રી સાથે નલિયા જ રહ્યું હતું. જયારે ભૂજમાં 8.7 ડિગ્રી તથા કંડલામાં 10.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
આ ઉપરાંત સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરમાં ગઈકાલની સરખામણીમાં આજે બે ડિગ્રી તાપમાન ઉંચકાયું હતું. રાજકોટમાં આજે સવારે 9.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. આજે સવારે અમદાવાદમાં પણ 9.7 ડિગ્રી સાથે તિવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો. વડોદરામાં 11.2 અને ભાવનગરમાં 11.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. ભાવનગર શહેરમાં લઘુતમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું. આજે સવારે દમણમાં 13.6, ડિસામાં 7.8, દિવમાં 10.8 અને દ્વારકામાં 12.8 ડિગ્રી લઘુતમ તપમાન નોંધાવા પામ્યું હતું.
Read About Weather here
ગાંધીનરમાં આજે 8.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ઠંડુ રહ્યું હતું. જૂનાગઢમાં 10.3, ઓખામાં 18.9, પાટણમાં 8.1, તથા પોરબંદરમાં 8.6 ડિગ્રીલઘુતમ તાપમાન નોંધાયુું હતું. જયારે આજે સવારે સુરતમાં 12 ડિગ્રી અને વેરાવળ કાતે 13.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જુનાગઢના ગિરનાર પર 2.2 ડિગ્રી કાતિલ ઠંડી રહી હતી. જૂનાગઢમાં સવારે લઘુતમ તાપમાન 7.2 ડિગ્રી રહેતા સમગ્ર વિસ્તારમાં તિવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. સવારના વાતાવરણમાં ભેજ 75 ટકા અને પવનની ગતિ 5.4 કિ.મી.ની રહી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here