સૌરાષ્ટ્ર-કચ્છમાં અસલ રંગ બતાવતો શિયાળો, ગીરનાર ઠંડોગાર

રાજકોટ સિઝનનું સૌથી નીચું 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજકોટ સિઝનનું સૌથી નીચું 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે સવારે શિયાળાનો રંગ દેખાયો હતો અને આજે સવારે રાજકોટ સહિત અનેક સ્થળોએ 24 કલાકમાં જ 2થી3 ડિગ્રી જેટલુ તાપમાન ગગડી જતા તિવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો. રાજકોટ, અમરેલી, નલિયા, ગીરનાર પર્વત, ગાંધીનગર, અમદાવાદ સહિતનાં સ્થળોએ આજે સવારે તિવ્ર ઠંડીનો અનુભવ થતા લોકો ફરી એકવાર ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા નજરે પડયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે તા.21થી ઠંડી વધવાની આગાહી કરી હતી. ગઈકાલથી જ ઠેર-ઠેર સવારનાં તાપમાનનો પારો ગગડવા લાગ્યો હતો. દરમ્યાન આજે પણ લઘુતમ તાપમાન ઘટના ધ્રુજાવી દેતી ઠંડી અનુભવાઈ હતી. આજે ગીરનાર પર્વત ઠંડોગાર થઈ ગયો હતો અને સવારે 9 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ઠંડો પવન ફુંકાતા પ્રવાસીઓ ઠુંઠવાયા હતા.

દરમ્યાન આજે રાજયમાં સૌથી વધુ ઠંડી કચ્છનાં નલિયા ખાતે નોંધાઈ હતી અને ફરીવાર આજે નલિયાનું તાપમાન 8.4 ડિગ્રી સાથે સિંગલ ડિઝીટમાં પહોંચી ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે નલિયામાં 10.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જયારે, આજે 8.4 ડિગ્રી નોંધાતા 24 કલાકમાં તાપમાનનો પારો બે ડીગ્રી ગગડયો હતો. આજે સવારે અમરેલીમાં 14.5 અને વડોદરામાં 13.2 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં પણ આજે 24 કલાક દરમ્યાન સવારનાં તાપમાનમાં 3 ડીગ્રીનો ઘટાડો થયો હતો તથા ભાવનગરમાં 17 ભુજમાં 12 ડીગ્રી, દમણમાં 17.2, ડિસામાં 13.5, દિવમાં 14.5 દ્વારકામાં 16.9 તથા ગાંધીનગરમાં 11.9 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Read About Weather here

છેલ્લા 24 કલાક દરમ્યાન ભુજમાં 2, ડિસામાં 2, દિવમાં 3 અને ગાંધીનગર ખાતે 1 ડીગ્રી તાપમાન ઘટયુ હતું. જયારે આજે સવારે કંડલામાં 15, ઓખામાં 21, પોરબંદરમાં 15.8, સુરતમાં 17.8 અને વેરાવળ ખાતે 18.5 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here