રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં રવિવારે એકદમ વરસાદી માહોલ જામી ગયો હતો અને ઠેરઠેર મધ્યમથી જોરદાર વરસાદ પડ્યાનું નોંધાયું હતું. ગત 24 કલાકમાં સંતરામપુરમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં વીજતાંડવ અને પાણીમાં ડૂબી જવાની ઘટનાઓ સહિત ચોમાસાલક્ષી ઘટનાઓમાં 4 મહિલા સહિત 6 નાં મોત થયા હતા. રાજ્યનાં 91 તાલુકાઓમાં અડધાથી માંડીને દોઢ, પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં ગઈકાલથી વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
ભાવનગર, બગદાણા, જામજોધપુર, ખંભાળિયા, લાલપુર, કાલાવડ, રાજકોટ, વડોદરા વગેરે સ્થળે વરસાદી ઝાપટાં વરસી ગયા હતા. પરિણામે અનેક સ્થળે વીજળી ગુલ થઇ ગઈ હતી. ઠેકઠેકાણે પાણી ભરાયા હતા.મહીસાગર જિલ્લાનાં સંતરામપુર તાલુકામાં સૌથી વધુ 75 મીમી, ઉમરગામમાં 22 મીમી, કપરાડામાં 31, ધરમપુરમાં 25મીમી, કડાણામાં 25 મીમી અને જાલોદમાં 30 મીમી વરસાદ પડ્યો હતો. સાબરકાંઠાનાં વડાલીમાં સૌથી વધુ દોઢ ઇંચ, વિજયનગરમાં 1 ઇંચ વરસાદ થયો હતો. પાલનપુરમાં વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદનું જોરદાર ઝાપટું વરસી ગયું હતું. અમદાવાદ, ખેડા, ભરૂચ અને બાવળામાં પણ સામાન્ય વરસાદ થયો છે. કળી નગરમાં દિવસનાં વીજળી ગુલ થઇ ગઈ હતી પણ સાંજે વરસાદનું જોરદાર ઝાપટું પડી જતા ઠેરઠેર પાણી ભરાયા હતા અને ઠંડક પ્રસરી હતી. વડોદરામાં ઝરમર વરસાદ થયો હતો. થોડા છાંટા પડતા જ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ્પ થઇ ગયો હતો.
રાજકોટ જિલ્લામાં ગઈકાલ સાંજથી વાતાવરણ બદલાયું હતું. ગોંડલમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તાલુકાનાં સુલતાનપુર, નાના અને મોટા સખપર, દેરડી કુંભાજી વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યમથી માંડી દોઢ ઇંચ સુધી વરસાદ થયો હતો.વીજતાંડવથી મોત: મોરબીનાં ઝીકીયાળી ગામ, નર્મદાનાં સાગબારામાં સીમામલી ગામ અને સંતરામપુરનાં ગોઠીબળા ગામે વીજળી પડ્તા એક-એક મહિલાનું મોત થયું હતું. હળવદ પંથકમાં દિવાલ પડતા ત્રણનાં મોત થયા હતા. મલેકપુરમાં વીજળી પડતા વૃક્ષ નીચે બાંધેલા બે પશુનાં મૃત્યુ થયા હતા. છોટા ઉદેપુરનાં રૂનવાડા ગામે વીજળી પડવાથી બે ભેંસ અને બોડ ગામમાં વીજળી ત્રાટકવાથી એક ગાયનું મોત થયું હતું.નૈઋત્યનું ચોમાસું રવિવારે ગોવા અને મુંબઈ પહોંચીને અટકી ગયું છે.
Read About Weather here
જો કે નજીકનાં દિવસોમાં દક્ષિણ ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતા છે. વલસાડમાં આજે બપોર પછી ધમાકેદાર રીતે મેઘરાજાએ આગમન કર્યું છે. આ રીતે દક્ષિણ ગુજરાતમાં વિધિસર વરસાદનું આગમન થયું છે. સૌરાષ્ટ્રમાં આજે જામનગરમાં પહેલીવાર વરસાદ શરૂ થયો હતો. પહેલા વરસાદથી અનેક રસ્તાઓ ભીના થઇ ગયા હતા.ગઢડાનાં ગ્રામ્ય પંથકમાં વીજળીનાં કડાકા- ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ગઈ સાંજે વરસતા વરસાદમાં ભીંજાઈને જામજોધપુર, લાલપુર, અને કાલાવડ તાલુકાઓની મુલાકાત લીધી હતી. કાલાવડમાં રવિવારે એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. સમાણા, શેખવડાણા અને ધૂનડામાં અડધાથી એક ઇંચ વરસાદ થયો હતો. પરિણામે ખેડૂતોમાં આનંદ છવાયો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here