સૌરાષ્ટ્રમાં વીજબિલ ભરવામાં ઉદાસીન એક નહીં પૂરી 66 નગરપાલિકાઓ..!!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
કોઈપણ ગ્રાહક વીજબીલ ભરવામાં કસુર કરતો હોય તો મુદ્દત પૂરી થયા પછી તેનું વીજ કનેક્શન કાપી નાખવામાં વીજતંત્ર એક સેકેન્ડનો પણ સમય વેડફતું નથી. પરંતુ વીજબિલ ભરવામાં જયારે કોઈ નગરપાલિકા ઉદાસીનતા દર્શાવે છે તો વીજતંત્રનાં હાથ હેઠા પડી જાય છે. સૌરાષ્ટ્રમાં આવી 66 નગરપાલિકાઓ છે. જેમની પાસે પીજીવીસીએલ વીજબિલ પેટે રૂ.415 કરોડ માંગે છે પણ નગરપાલિકાઓ વીજબીલ ભરવાની કોઈ ઉતાવળ દેખાડતી નથી. વીજતંત્ર પાલિકાના કનેક્શન કાપી શકતું નથી અને દ્વિધાભરી સ્થિતિમાં મુકાયું છે. છેલ્લા પાંચ વર્ષથી રૂ.415 કરોડ વીજબિલ પેટે પાલિકાઓ પર ચડત છે પણ બિલ ભરવામાં કોઈપણ કારણોસર પાલિકાઓ ગલ્લાતલ્લા કરી રહી છે.પીજીવીસીએલનાં એકાઉન્ટ વિભાગના જનરલ મેનેજર કે.એસ.મલકાણે જણાવ્યું હતું કે, અમારી સ્થિતિ ‘સાપે છછુંદર ગળ્યા’ જેવી થઇ ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

વીજબિલના નાણાં વસુલી શકાતા નથી. જો કનેક્શન કાપી નાખીએ તો હજારો પરિવારોને ઘરે પીવાનું પાણી મળતું બંધ થઇ જાય એ એક અજીબ સ્થિતિ છે. અમે લોકોને ખાતર જાહેરહિતમાં નગરપાલિકાના વોટર વર્કસ તથા સ્ટ્રીટલાઈટના કનેક્શન કાપી શકતા નથી. અનેક વખત નોટીસો આપ્યા છતાં નગરપાલિકાઓ વીજબિલના લેણા ભરપાઈ કરતી નથી. જો કડક પગલા લઈએ તો લોક પ્રતિનિધિ પાલિકા સભ્યો દેકારો કરી મુકે છે એટલે અમારે સરકારની મદદ માંગ્યા સિવાય છૂટકો રહેતો નથી. 2014 માં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ અને શહેરી વિકાસ વિભાગે ઝડપ વીજબિલ ભરપાઈ કરી આપ્યા હતા અને અમે વ્યાજ માફ કર્યું હતું.સિનિયર અધિકારીઓ જણાવે છે કે, નગરપાલિકાઓ પર વીજબિલની જંગી રકમ ચડત થઇ ગઈ છે તેનો બોજો પ્રામાણિક, રહેણાંક અને ઔદ્યોગિક વપરાશકારોના શીર પર આવી જાય છે. કેમકે વીજતંત્રને વીજળીનાં યુનિટદર વધારવાની ફરજ પડે છે.

Read About Weather here

નગરપાલિકાઓ એમની પાસે નાણાંની તંગી હોવાનું બહાનું બતાવે છે.સાવરકુંડલા નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગિરીશ સરિયાએ જણાવ્યું હતું કે, લોકોને પાણી પહોંચાડવાનો ખર્ચ ખૂબ વધી રહ્યો છે. અમારે ભૂગર્ભ જળ ખેંચીને ઘરો સુધી પહોંચાડવું પડે છે પણ પાલિકાઓની આવક ઘટી રહી હોવાથી વધારાનાં ખર્ચ માટે પૂરતા નાણા તિજોરીમાં રહેતા નથી. અંજાર નગરપાલિકાનાં ચીફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું હતું કે, અમારી પાસે વીજબિલ ચૂકવવા જેટલું ફંડ જ નથી. સરકારની ગ્રાન્ટ પણ ચોક્કસ પ્રોજેક્ટ માટે જ મળતી હોય છે. પીજીવીસીએલ તંત્ર શહેરી વપરાશકાર ગણીને નગરપાલિકાઓ પાસેથી ગ્રામ્ય કરતા વધુ ઉંચા દરે વીજ વપરાશનો ચાર્જ વસુલે છે. એટલે નગરપાલિકાઓને પણ રાહત દરે વીજળી આપવી જોઈએ. નગરપાલિકાઓનાં જે લેણા હોય એ પણ અંગે વિભાગો ચૂકવી આપે તો નગરપાલિકાઓની આવક પણ વધી શકે. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here