સોમવારે રાજકોટમાં સિઝનમાં પ્રથમ વાર 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે સવારે ભેજનું પ્રમાણ 71 ટકા રહ્યું હતું. જેથી સવારે ધુમ્મસ પણ જોવા મળ્યું હતું. સાથોસાથ સવારે ઠાર પણ અનુભવાયો હતો. બપોરે મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ ચાર-પાંચ દિવસ તાપમાન જળવાયેલું રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટની સાથે-સાથે સૌરાષ્ટ્રભરમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ગત સપ્તાહ સુધી સૌરાષ્ટ્રમાં બે-ત્રણ જિલ્લામાં લઘુતમ 23 ડિગ્રીની ઉપર નોંધાતું હતું, પરંતુ સોમવારે એક માત્ર ઓખામાં જ 23 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે દ્વારકામાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી હતું. જ્યારે અન્ય જિલ્લામાં ઠંડીનો પારો 13 ડિગ્રીથી લઇને 19 ડિગ્રી સુધી નોંધાયું હતું. સૌથી નીચું લઘુતમ તાપમાન અમરેલીમાં હતું.
Read About Weather here
સોમવારે તાપમાનમાં ઘટાડો આવ્યો એની અસર સવારે અને સાંજે જોવા મળી હતી. ઠંડી અને ઠાર બને રહેતા લોકો સાંજે પણ ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. હજુ ઠંડીની શરૂઆત છે ત્યારે નાના વિદ્યાર્થીઓ જેની સવારની શિફ્ટમાં શાળા છે એમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે.જોકે દિવસનું તાપમાન 34 ડિગ્રી હતું પણ પવનની ઝડપ વધુ રહેવાને કારણે દિવસમાં ઠંડો પવન ફૂંકાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here