આવતી કાલે સૌરાષ્ટ્રમાં પ્રથમ તબક્કાનું મતદાન હોય સૌરાષ્ટ્રની અંદાજિત 1200થી વધુ એસ.ટી બસ ચૂંટણી ફરજની કામગીરી માટે લઇ લેવામાં આવી છે જેના કારણે યાત્રિકોને જુદા જુદા રૂટની બસ મેળવવામાં ભારે મુશ્કેલી પડશે.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટની અંદાજિત 200 બસ ચૂંટણી કામગીરીમાં લેવાઈ હોવાને કારણે અપડાઉન કરતા યાત્રિકો, વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોને પણ બે-ત્રણ દિવસ સુધી જે-તે રૂટની બસ નહીં મળવાને કારણે નાછૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડશે.
Read About Weather here
સૌરાષ્ટ્ર્ર–કચ્છના રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભુજ સહિતના છ ડિવિઝનમાંથી અંદાજે 1200થી વધુ બસની ચૂંટણી કામગીરી માટે ફાળવણી કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનમાં રાજકોટ એસટી બસપોર્ટ, ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, ધ્રાંગધ્રા, લીંબડી અને સુરેન્દ્રનગર સહિતના નવ ડેપોમાંથી બસની ફાળવણી કરાઇ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here