સૌરાષ્ટ્રના સાગરકાંઠે પાકિસ્તાનની બોટ ઝડપાઈ, 7 ખલાસીઓની ધરપકડ

સૌરાષ્ટ્રના સાગરકાંઠે પાકિસ્તાનની બોટ ઝડપાઈ, 7 ખલાસીઓની ધરપકડ
સૌરાષ્ટ્રના સાગરકાંઠે પાકિસ્તાનની બોટ ઝડપાઈ, 7 ખલાસીઓની ધરપકડ
સૌરાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય જળસીમા વિસ્તારમાંથી એક શંકાસ્પદ રીતે હેરફેર કરતી પાકિસ્તાનની બોટ ઝડપી લેવામાં આવી છે અને બોટ પરનાં 7 ખલાસીઓને દબોચી લેવામાં આવ્યા છે તેવું ગુજરાત એટીએસ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના જળસીમા વિસ્તારમાં પાકિસ્તાનની દરિયાઈ સીમા પાસે કોસ્ટગાર્ડ અને એટીએસની ટીમોએ દિલધડક ઓપરેશન કરી બોટનો પીછો કરીને પકડી લીધી હતી. 7 ખલાસીઓ સાથેની બોટને જખૌ બંદરે લાવી બોટની તલાસી લેવામાં આવી રહી છે. ખલાસીઓની પણ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.ગુજરાત એટીએસનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની બોટ ‘અલ નોમાન’ માં મધદરીયે પ્રારંભિક તપાસમાં કશું વાંધાજનક મળી આવ્યું ન હતું પણ ઓખા બંદરે બોટમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય જળસીમાની નજીક ભારતીય જળ વિસ્તારમાં કોઈ બોટની શંકાસ્પદ હિલચાલ અંગે કોસ્ટગાર્ડને સંદેશો મળ્યો હતો. કોસ્ટગાર્ડનું અરીંજય જહાજ તાત્કાલિક રવાના કરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડ અધિકારીઓએ બોટને અટકી જવા અને તાબે થઇ જવા બોટના ખલાસીઓને આદેશ આપ્યો હતો પણ બોટના ટંડેલે બોટને ચેતવણી છતાં આગળ ધપાવી રાહી હતી અને નાસી જવાની કોશિશ કરી હતી. તોફાની દરિયાઈ વાતાવરણ અને પ્રતિકુળ હવામાન છતાં કોસ્ટગાર્ડ જહાજે પીછો કરી પાકિસ્તાની બોટને અટકાવી હતી અને જપ્ત કરી લેવામાં આવી હતી. પાકિસ્તાની બોટ હોવાનું માલુમ પડતા વધુ તપાસ માટે ઓખા બંદરે ખેંચી લાવામાં આવી હતી. આ બોટનો ઉપયોગ માદક પદાર્થોને હેરફેર માટે થયો હોવાની ગુજરાત એટીએસને શંકા છે એટલે બોટનો ખૂણેખૂણો તપાસવામાં આવી રહ્યો છે.

Read About Weather here

ભારતીય દરિયાઈ સીમા અને ખાસ કરીને સૌરાષ્ટ્રનાં સાગરકાંઠાને ડ્રગ માફિયાઓ માદક પદાર્થોની જંગી પ્રમાણમાં હેરફેર કરવાના રૂટ તરીકે ઉપયોગમાં લેવાની અવારનવાર કોશિશો અને કારસા કરતા રહે છે. પણ સતર્ક ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની સાવધાનીને કારણે અવારનવાર માદક પદાર્થોનો જથ્થો પકડી લેવામાં આવે છે અને આવી શંકાસ્પદ બોટને પણ ઝડપી લેવામાં આવે છે. ગયા એપ્રિલની 25 તારીખે કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારા મધદરીયે એક પાકિસ્તાની બોટને રૂ.280 કરોડનાં હેરોઈનનાં જથ્થા સાથે ઝડપી લેવામાં આવી હતી અને 9 શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી હતી. એ પછી ગયા અઠવાડિયે જ ભુજ બીએસએફનાં અધિકારીઓ અને જવાનોએ હરામી નાળામાંથી 9 પાકિસ્તાની બોટ રેઢી પડેલી કબ્જે લીધી હતી. કચ્છનાં હરામી નાળા વિસ્તારમાં છૂપાયેલા ત્રણ પાકિસ્તાની માછીમારોને પણ પકડી લેવામાં આવ્યા હતા. જો કે એ બધી બોટમાંથી માછલીમાં જથ્થા, માછલી પકડવાની જાળ અને માછીમારીનાં સાધનો સિવાય કશું વાંધાજનક મળ્યું ન હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here