સૌરાષ્ટ્રનાં પશુધનમાં વકરતો જતો લમ્પી રોગચાળો: સાવધ રહેવા તાકીદ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતનાં કેટલાક જિલ્લાઓનાં પશુધનમાં લમ્પી નામનો રોગચાળો વધુને વધુ વકરી રહ્યો હોવાથી પશુપાલન વિભાગ એકદમ સાવધ થઇ ગયો છે. પશુપાલકો માટે સાવધાની અને સતર્કતા અંગે રાજ્યનાં પશુપાલક વિભાગે એડવાઇઝરી બહાર પાડી છે અને પશુઓનું ધ્યાન રાખી રસીકરણ કરાવી લેવા રાજ્યભરનાં પશુપાલકોને આ તાકીદ કરવામાં આવી છે. લમ્પી રોગચાળો કાબુમાં લેવા માટે પશુધનનું સઘન રસીકરણ પણ શરૂ કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

અત્યાર સુધીમાં 18 હજાર પશુઓનું રસીકરણ કરી લેવામાં આવ્યું છે.પશુપાલન વિભાગની યાદી જણાવે છે કે, સૌરાષ્ટ્રનાં રાજકોટ, જામનગર, કચ્છ, પોરબંદર જિલ્લાઓમાં લમ્પી રોગચાળો વધુ વકરી રહ્યો છે. એટલે ખાસ સાવધાની રાખવી જરૂરી છે. પશુધનમાં જેવા લમ્પી રોગચાળાનાં લક્ષણ દેખાય તેવા તુરંત જ નજીકનાં પશુ દવાખાનાનો તાકીદે સંપર્ક કરવા સલાહ આપવામાં આવી છે.પશુધન જ્યાં રહેતું હોય એ વાડા અને એ સ્થળો પર નિયમિત જંતુનાશક દવાનો છંટકાવ કરવા અને પશુધન પર સતત બારીક નજર રાખવા પશુપાલન મંત્રાલય દ્વારા સલાહ આપવામાં આવી છે.

Read About Weather here

તમામ જિલ્લાઓમાં પશુધનનું રસીકરણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. લમ્પી રોગચાળાનાં લક્ષણ અંગે પણ માર્ગદર્શન અપાયું છે. બીમાર પશુ પહેલા ખોરાક લેવાનું બંધ કરે છે. પ્રથમ તેને તાવ આવે છે અને બાદમાં આખા શરીર પર ગાંઠો ફૂટી નીકળે છે એટલે તાત્કાલિક સારવાર કરાવી લેવાનું જરૂરી બને છે. સરકારે પશુધનનો રોગચાળો વકરતો રોકવા અને કાબુમાં લેવા શ્રેણીબધ્ધ પગલા લીધા છે અને સઘન રસીકરણ કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખેતી તથા પશુપાલન એ આજીવિકાનાં મુખ્ય સાધનો પૈકીનાં એક છે. એટલે કિંમતી પશુધનને રોગચાળોનો ભોગ બનતા અટકાવવાનો અત્યંત જરૂરી બન્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here