સૌની યોજના મારફત 115 જળાશયો નર્મદા નીરથી ભરવામાં આવશે

સૌની યોજના મારફત 115 જળાશયો નર્મદા નીરથી ભરવામાં આવશે
સૌની યોજના મારફત 115 જળાશયો નર્મદા નીરથી ભરવામાં આવશે
સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. નર્મદાના નીર થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના 115 જળાશયો ભરાશે અને 970થી વધુ ગામોમાં સિંચાઈનું પાણી પૂરૂ પાડવામાં આવશે તેવું રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીર થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાક માટે પૂરતું પાણી મળી રહેશે.

રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના દ્વારા નર્મદા નદીમાં આવતાં પૂરના વધારાના પાણીને સૌરાષ્ટ્રના વારંવાર પાણીની જરૂરીયાતવાળા જિલ્લાઓના 115 જળાશયો ભરીને 970 કરતાં વધુ ગામોના વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ બનાવવા અને પીવાના પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવવાનું આયોજન કર્યું છે.રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સૌની યોજના લીંક 1, 2, 3 અને 4 મારફત પથરેખામાં આવતાં તળાવ, ચેકડેમ, જળાશય ભરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી 1,52,400 લાખ ઘનફૂટ પાણીનો જથ્થો સૌરાષ્ટ્રના જળાશયોમાં ભરવામાં આવશે.

Read About Weather here

રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે,આ નિર્ણયથી સૌરાષ્ટ્રના 11 જિલ્લા મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી અને બોટાદના જળાશયોમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે. જેનાથી સૌરાષ્ટ્રના આ જિલ્લાના ખેડૂતોની રવિ પાકની સિંચાઈ ક્ષમતામાં ખૂબ જ મોટો વધારો થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here