સોશિયલ મીડિયા થકી જરૂરિયાતમંદોને અઢળક સહાય

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
અમરેલી જિલ્લાના હાલ સુરત સ્થિત મહેશભાઈ ભુવાએ સોશિયલ મિડિયાના સકારાત્મક ઉપયોગ દ્વારા જરૂરિયાતમંદો માટે સેવાકીય કાર્ય કરીને સેતુરૂપ બનતા અત્યાર સુધીમાં અઢી કરોડની મદદ જરૂરિયાતમંદ પરિવારોને પહોંચાડી છે. આધુનિક યુગમાં સોશ્યલ મિડિયા એક મોટા પ્લેટફોર્મ તરીકે ઉભરી રહ્યું છે. વર્તમાન સમયમાં આધુનિક ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો વ્યાપ એટલો ઝડપથી વધ્યો છે કે, બહુ ઓછા સમયમાં અનેક લોકો સુધી પહોંચી શકાય છે. આ માધ્યમથી લોકો પોતાની અભિવ્યક્તિને અનેક લોકો સુધી ખૂબ ટૂંકા સમયમાં સરળતાથી પહોંચાડી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

સુરત સ્થિત મહેશભાઈ ભુવા નામના યુવાન આ માધ્યમનો સદુપયોગ કરી અનેક જરૂરિયાતમંદોને મદદરૂપ બની રહ્યા છે.સેવાભાવી મહેશભાઈ એ સોશિયલ મીડિયાનાં અવનવા પેજ અને ગ્રુપ થકી લાખો લોકો સુધી પહોંચીને જરૂરિયાતમંદ સભ્યો જેઓ ઓળખીતા પણ ના હોય. તેમજ એમાંથી અનેક લોકો અસાધ્ય બીમારીથી પીડાતા હોય અથવા તો અકસ્માતમાં નોંધારા બની ગયેલા પરિવાર હોય કે વિધવા બહેનોના સંતાનોને અભ્યાસ માટેની મદદની જરૂર હોય.

Read About Weather here

એવા અનેક અતિ જરૂરીયાતમંદ વ્યક્તિઓ અને તેમના પરિવારોને જેમને પોતાની મરણ મૂડી પણ ન હોય તેવા લોકોને 2019 થી આજ સુધીમાં અઢી કરોડ જેવી માતબર રકમ સીધે સીધી જરૂરીયાતમંદ વ્યક્તિના બેન્ક ખાતામાં દાતાઓ દ્વારા ટ્રાન્સફર કરાવવામાં આવી છે. હજુ બે દિવસ પહેલા એક પોસ્ટ મૂકી હતી, જેમાં દાતાઓ દ્વારા બે દિવસમાં સાડા પાંચ લાખ રૂપિયાનું ફંડ પરિવાર માટે એકત્રિત કરવામાં આવ્યું હતું. આ રીતે સુરતના મહેશભાઈ ભુવા સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી નિ:સ્વાર્થ ભાવથી સેવા આપીને સમાજમાં અનોખું ઉદાહરણ પૂરૂં પાડી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here