ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી માવઠું થઇ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરાઈ છે. રાજ્યમાં હજુ 24 કલાક સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમરેલી, સોમનાથ, ભાવનગરમાં વરસાદમાં હળવો વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. જ્યારે સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સન અને અરબી સમુદ્રમાં સક્રિય ટ્રફને કારણે કમોસમી વરસાદ પડી રહ્યો છે.
Read About Weather here
વાતાવરણમાં પલટો અને ઉનાળાના પ્રારંભે કમોસમી વરસાદેથી ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. એક ખેડૂતોને તેના પાક અને જણસીના પૂરતા ભાવ નથી મળી રહ્યાં ત્યારે કુદરત પણ તેનો કહેર વરસાવી રહી છે. જેના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે. માવઠાના કારણે ખેડૂતો રડવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે ઘઉ, જીરૂ, રાયડો, કેરી, તમાકુ, કપાસ, ધાણાના પાકને નુકસાન થવા પામ્યું હતું. જેનાથી ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here