માત્ર ડિસેમ્બર માસમાં જ 1.06 લાખ પ્રવાસીઓએ રોપ-વેનો આનંદ માણ્યો: લાખો લોકોએ સોરઠના સૌંદર્યને જાણ્યું..માણ્યું
વરસે દહાડે લાખો પ્રવાસીઓ ભાવિકો જુનાગઢ અને આસપાસની મુલાકાત લેવા આવતા જુનાગઢ સહિત સોરઠની આમદાની પણ વધી
આધ્યમિક, ઐતિહાસિક અને પૌરાણીક વારસાની જાહોજલાલી ધરાવતો સોરઠ અને સોરઠના પાટનગર જૂનાગઢ એટલે પ્રાકૃતિક સૌંદર્યંનો ભંડાર.. જુનાગઢ એટલે સ્થાપત્યની બેનમૂન ઝાંખી કરાવતું નગર, પ્રવાસીઓ, અભ્યાસુઓનું આકર્ષણનું કેન્દ્ર બિંદુ, ધાર્મિક લોકોની આસ્થાની પાવન પવિત્ર નગરી અને સૌકા જુના ઇતિહાસને ભોમાં ભંડારી રાખનાર જૂનાગઢ હવે વર્લ્ડ ટુરિસ્ટોનું ફેવરિટ પેલેસ બની ગયું છે,
Visit Saurashtra Kranti Homepage here
પ્રવાસનની દૃષ્ટિએ વિકાસને વરી રહ્યું છે.જેના કારણે જૂનાગઢના નાના મોટા વેપારીઓ, ધંધાર્થીઓની આવક પણ વધી રહી છે. અનેક શાસ્ત્રો, પુરાણોમાં જુનાગઢ એવા જૂનાગઢનો અનેક નામે ઉલ્લેખ છે, એટલે આજનું જૂનાગઢ સૈકાઓ પૂર્વે પણ ધબકતું હતું અને આજે પણ જૂનો ગઢ એવું જૂનાગઢ મહાનગર બની ગયું છે. આ જિલ્લો એવો છે, જ્યા ડાલા મથા સાવજ નિવાસ સ્થાન બનાવી મુક્ત રીતે વિહરી રહ્યા છે, અહીંયા કુદરતની અમૂલ્ય ભેટ સમાન વન્ય સમૃધ્ધિ છે, એટલે જ અહી એશિયાટીક લાયનનું વન વિભાગનું રાષ્ટ્રીય ઉદ્યાન-અભયારણ્ય છે.

જૂનાગઢના ઘરેણાં સમાન અને આકાશ સાથે વાતો કરતા ગિરનારની ઊંચાઈ અને ગિરનારનું કુદરતી પ્રાકૃતિક સૌંદર્ય એ દુનિયાભરના લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આ ગિરનાર ને આંખે સમાવી લેવા ગિરનાર યાત્રા કરવા જરૂર આવે છે, ત્યારે ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગરવા ગઢ ગીરનાર ઉપર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન હતું તે હકીકતમાં સાકાર થયેલ એશિયાના સૌથી મોટા રોપવે ની રોમાંચક સફર કરવા માટે પણ દુનિયાના લાખો પ્રવાસીઓ જુનાગઢ ખાતે આવે છે.
Read About Weather here

જેને લઇને જૂનાગઢની આવકમાં ખાસો વધારો થયો છે. જો ગત વર્ષ-2022ના છેલ્લા ડિસેમ્બર માસની ગિરનાર રોપ-વે ની વાત કરીએ તો, માટે એક માસમાં 1.06 લાખ પ્રવાસીઓએ રોપ-વેનો અનુભવ માણ્યો હતો.આ ઉપરથી અંદાજ લગાવી શકાય કે, જુનાગઢના ધાર્મિક ઐતિહાસિક અને ફરવા લાયક સ્થળોની લાખો લોકો વર્ષે દહાડે મુલાકાત લઈ રહ્યા છે, અને જુનાગઢ પ્રવાસન ક્ષેત્રે ખુદ કે ને પૂછ કે આગળ વધી રહ્યું છે તેની સીધી અસર જૂનાગઢની આર્થિક આમદાની ઉપર પડી છે અને જુનાગઢની આવકમાં વધારો થઈ રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here