સોમવાર અને મંગળવારે ચાર વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશે

સોમવાર અને મંગળવારે ચાર વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશે
સોમવાર અને મંગળવારે ચાર વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશે

સમ્પ સાફ કરવા વોર્ડ નં. 11, 13, 2, 3 માં પાણીકાપ ઝીંકાશે

રાજકોટમાં એક તરફ પાણીકાપ ન આવે તે માટે સૌની યોજનાથી આજી ડેમમાં પાણી ઠલવાયું છે તો બીજી તરફ જળરાશિની ઉપબ્ધતા સિવાયના કારણો આગળ ધરીને પાણીકાપ ઝીંકાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં સોમવારે વોર્ડ નં.11 અને 13 એમ બે વોર્ડમાં અને મંગળવારે વોર્ડ નં. 2 અને 3 એમ બે વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશે. ન્યારા પાસે આવેલો સમ્પ સાફ કરવાનો હોવાથી શહેરના કુલ ચાર વોર્ડમાં પાણીકાપ રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ન્યારા પાસે આવેલ ઓફ ટેક પરનો સમ્પ સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના કારણે શહેરના અલગ-અલગ ચાર વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશે.

સોમવાર 11 ઓક્ટોબરના રોજ વોર્ડ નં. 11 અને 13માં અડધા વોર્ડમાં પાણી આવશે નહીં. જ્યારે મંગળવારે 12 ઓક્ટોબરના રોજ વોર્ડ નં.2 અને 3માં પાણી વિતરણ કરાશે નહીં જેની અસર શહેરના ચંદ્રેશનગર આસપાસના વિસ્તારમાં

તેમજ રેલનગર અને બજરંગવાડી ઝોનના વિસ્તારમાં થશે. જેને લઈને શહેરમાં પાણી વિતરણ ચાર વોર્ડમાં બે દિવસ બંધ રાખવા રાજકોટ મહાનગરપાલિકાએ માહિતી આપી હતી.

Read About Weather here

આ પાણી કાપ ઝીંકાતા લાખો લોકોને બે દિવસ પાણી વીનાનું રહેવુ પડશે. ન્યારા પાસે આવેલો સમ્પ સાફ કરવાનો હોવાથી શહેરના કુલ ચાર વોર્ડમાં પાણીકાપ તંત્ર દ્વારા નાખવામાં આવ્યો છે.(4.4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here