સાનિધ્ય હવેલી, જીવરાજ પાર્ક ખાતે બિરાજી રહેલ ની.લી. પૂ.પા.ગો.1008 શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ શ્રી (ચોપાસેની- જૂનાગઢ)ના બેટીજી પૂ.પા.અ.સૌ. શ્રી મુરલીકા બેટીજી અને નીતેશ લાલજીને ત્યાં બીરાજી રહેલની. લી.પૂ.પા. અ.સૌ. કોકીલા બેટીજી તથા શ્રી બ્રિજેશ લાલજીના ઠાકોરજી, શ્રી મદનમોહન પ્રભુ, બાલકૃષ્ણલાલને છપ્પનભોગ આરોગાવવાનો તેમજ શ્રીમદ્ ભાગવત દશમ્ સ્કંધ ચિંતન શિબિર સપ્તાહનો મનોરથ મોટા મંદિર સ્થિત પૂ.પા.ગો. 108 ગોપીશકુમાર મહારાજશ્રીની અધ્યક્ષતામાં સિધ્ધ થયેલ છે. આગામી સોમવાર તા.26 થી તા.30 શુક્રવાર સુધી પ્રખર વિદ્વાન શ્રી દર્શનકુમાર શાસ્ત્રીજી (વીરપુર)ના મુખેથી શ્રી સુબોધીનીજી રસપાન રાખવામાં આવેલ છે. તેમજ દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
તા.26ને સોમવારે બપોરે 2:30 વાગ્યે શ્રી સાનિધ્ય હવેલી, જીવરાજ પાર્ક પ્રથમેશ નગરથી પ્રારંભ થઈને હજારો વૈષ્ણવોની ઉપસ્થિતિમાં શોભયાત્રા પૂ.પા.ગો.108 શ્રી વિશાલબાવાની અધ્યક્ષતામાં કથા ‘શ્રી બરસાના વાટીકા’ મનોરથ સ્થળે પહોંચશે.તા.26 સોમવારે સાનિધ્ય હવેલી ખાતે સવારે કુન્વારા દર્શન, તા.27 મંગળવારે સવારે હવેલી ખાતે રાજભોગ દર્શન ત્યાં સાંજે કથા સ્થળે મોતીના બંગલા દર્શન, તા.28 બુધવારે હવેલી ખાતે સવારે રાજભોગ દર્શન ત્યાં સાંજે કથા સ્થળે કાચના બંગલા શ્યામ સગાઈ દર્શન, તા.29 ગુરૂવારે, હવેલી ખાતે સવારે રાજભોગ દર્શન તથા સાંજે કથા સ્થળે વિવાહ ખેલના દર્શન, તા.30ને શુક્રવારે હવેલી ખાતે સવારે સંખેડાનો બંગલો દર્શન ત્યાં સાંજે કથા સ્થળે મયુરા આસનના દર્શન, તા.31ને શનિવારે કથા સ્થળે સાંજના 5 વાગ્યાથી છપ્પનભોગ દર્શન થશે.
કથા સયમ તા.26 થી તા.30 સુધી દરરોજ બપોરના 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી રહેશે. દરરોજ રાત્રે 9 વાગ્યાથી 252 એનિમેશન (ફિલ્મ) બનાવવામાં આવશે. કથા સ્થળ-બરસાના વાટીકા (જીવરાજ ફાર્મ હાઉસ) રાજકોટ પબ્લિક સ્કૂલની સામે, જીવરાજ પાર્ક મેઈન રોડ, રાજકોટ.
Read About Weather here
સમગ્ર મહોત્સવને સફળ બનાવવા સુખાભાઈ કોરડીયા, હરિભાઈ ભાલોડીયા, અરવિંદભાઈ ભાલોડીયા, મનસુખભાઈ સાવલીયા, ચનાભાઈ ગઢીયા, પ્રભુદાસભાઈ રૂઘાણી, જીતુભાઈ ચંદારાણા (મારવાડી), ગુણુભાઈ ડેલાવારા (સરગમ), અરવિંદભાઈ પાટડીયા, બચુબાપા વરસાણી, મનસુખભાઈ, જયાબેન ખુંટ, શાંતીભાઈ માકડીયા, નિર્મલાબેન હરીભાઈ, મધુબેન, વજુભાઈ અજુડીયા, વલ્લભભાઈ રામાણી, રમેશભાઈ ગાંમી, નર્મદાબેન, વસંતબેન ઠેસીયા, પુષ્પાબેન રૂઘાણી, મણીભાઈ ભાલોડીયા, નીલેશભાઈ ઉનડકટ, યમુના સત્સંગ મંડળ, જીજ્ઞાબેન પારેખ, નિશાભાઈ હુડકા, રસીકભાઈ કાનાણી, પરસોતમભાઈ ગરઘરીયા, મનસુખભાઈ ઘરસંડીયા, રસીકભાઈ ભીમાણી, જેન્તીભાઈ, વિજુબેન, રમેશભાઈ ડેડાળીયા, હસમુખભાઈ ભાલોડીયા, સંગીતાબેન કોરડીયા, રાજેશ્રીબેન રોજીવાડીયા, શામજીભાઈ વાંસજાળીયા, શૈલેષભાઈ સુતરીયા, કેતનભાઈ ગંગદેવ, જયાબેન મારવાડીયા, મંજુબેન આરદેસળા, અનસુયાબેન રોજીવાડીયા, નિકુંજભાઈ ભીમાણી, તારાબેન, પ્રભાબેન (કેશોદ), મનસુખભાઈ ચોવટીયા, મગનભાઈ ભીમાણી, કનકરાય મોરજળીયા, રેખાબેન ગોંઢા, સવીતાબેન બાબરીયા, જયશ્રીબેન ડેડાળીયા, સીમાબેન, શ્રી દ્વારકેશ ગ્રુપ, નાનામૌવા તથા મોવડી વિસ્તાર વૈષ્ણવ મંડળ જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here