સોની બજારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાંન્ચ

સોની બજારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાંન્ચ
સોની બજારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાંન્ચ

4 આરોપીઓની ધરપકડ: કુલ 35 લાખનો મુદામાલ કબજે કરાયો

ગત તારીખ 29ના રોજ શહેરના સોની બજારમાં આવેલ સવજીભાઇની શેરીમાં આવેલ દુકાનમાંથી તાળા તોડીને 1172 ગ્રામ સોનું જેની કિ.51,56,800ની ચોરી કરી હતી આ મામલે પોલીસને જાણ થતા એ ડિવીઝનમાં ફરીયાદ નોંધાઇ હતી

Visit Saurashtra Kranti Homepage here

અને વધુ તપાસ હાથ ધરાઇ હતી. આરોપીઓને ઝડપવામાં માટે શહેર ક્રાઇમ બ્રાંન્ચ સહિતની ટીમો કામે લાગી ગઇ હતી ત્યારે સુરક્ષા કવચ એપ સહિતની એપો દ્વારા આ પ્રકારના ચોરીના ગુન્હા કરવાની ટેવ ધરાવતા

આરોપીઓની શોધખોળ કરતા ચોરી કરનાર ઇસમો ધુળધોયાનું કામ કરતા હોવાની માહિતી મળતા આરોપીની ઓળખ થઇ અને બાતમીને આધારે ત્રણ શંકાસ્પદ ઇસમોને સોનાનો ચોરીનો મુદ્ામાલ ગાળીને વેંચવા નીકળેલ અને

શહેર ક્રાઇમ બ્રાંન્ચે કમલેશ ઉર્ફે કૈલાશ, રવી ઉફેે અબ્દુલ સોંલકી વિજય ઉર્ફે ધુધો બારૈયાને ગ્રીન્લેન્ડ ચોકડી લાલ હનુમાન પાસેથી ઝડપી લીધા હતા અને કાર્યવાહી કરી હતી.આરોપીઓએ પુર્વ ગુનાહીત ઇતીહાસ ધરાવે છે.

આરોપીઓ પાસેથી કુલ 800 ગ્રામ કિ.35 લાખ 20 હજારનો મુદામાલ કબજે કરેલ છે. લાખો રૂપિયાના સોનાની ચોરીનો ભેદ ઉકેલવો પોલીસ માટે પડકારરૂપ હતો,

તસ્કરો દુકાનના સીસીટીવીનું ડીવીઆર ઉઠાવી ગયા હતા જેથી તસ્કરોની ઓળખ મેળવવી મુશ્કેલ હતું, ક્રાઇમબ્રાંચની ટીમે ઘટના સ્થળ નજીક આવેલી અન્ય દુકાનોના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ત્રણ શખ્સો શંકાસ્પદ હિલચાલ કરતા દેખાયા હતા,

Read About Weather here

અને એ ત્રણેય ધુળધોયા હોવાની ઓળખ સ્પષ્ટ થતાં પોલીસે બે ધુળધોયાને ઉઠાવી લીધા હતા અને તેની પાસેથી ચોરાઉ સોનું પણ મળી આવ્યું હતું.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here