સેન્સેકસ પણ આકાશમાં ઉડયો…!

સેન્સેકસ પણ આકાશમાં ઉડયો…!
સેન્સેકસ પણ આકાશમાં ઉડયો…!
શેરબજારમાં આજે શરૂઆત ગ્રીનઝોનમાં જ થઈ હતી. વિદેશોનાં પ્રોત્સાહક સંકેતો તથા વિદેશી નાણા સંસ્થાઓની ધૂમ લેવાલીથી તેજીની દોડ આગળ ધપતી રહી હતી. મુંબઈ શેરબજારમાં તેજીનો દોર સતત આગળ ધપવા સાથે સેન્સેકસ તથા નીફટીએ સતત બીજા દિવસે ઈન્ટ્રા-ડે નવી ઉંચાઈ બનાવી હતી.પસંદગીનાં હેવીવેઈટ શેરોમાં ઓલરાઉન્ડ લેવાલી હતી.અંતિમ કલાકમાં મોટાપાયે વેચાણ કાપણી નીકળતાં ઉછાળો હતો.

Read About Weather here

ખાદ્યચીજોમાં ઉંચા ભાવથી મોંઘવારી દરમાં વધારો જેવા કારણો ડીસ્કાઉન્ટ થઈ ગયા હતા.અર્થતંત્ર વિશે આશાવાદ જેવા કારણોથી તેજીને મજબુત ટેકો મળતો રહ્યો હતો.શેરબજારમાં આજે પસંદગીના હેવીવેઈટ શેરોમાં ઉછાળો રહ્યો હતો. ટીસીએસ, ટેક મહિન્દ્ર, ઈન્ફોસીસ, ઝોમેટો, સુઝલોન, યશ બેંક, એશીયન પેઈન્ટસ, એચસીએલ ટેકનો, હિન્દ લીવર, ઈન્ડુસઈન્ડ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન, નેસલે, ટાટા મોટર્સ, જેવા શેરો ઉંચકાયા હતા.

તેજી બજારે પણ રીલાયન્સ પાવરગ્રીડ મહિન્દ્ર, ટાઈટન, મારૂતી, સ્ટેટ બેંક, જેવા શેરોમાં ઘટાડો હતો.બીએસઈમાં 3558 કંપનીનાં શેરોમાં સોદા થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

તેમાંથી 2154 માં સુધારો હતો અને 1246 માં ઘટાડો હતો. 158 સ્થિર હતા.181 શેરો વર્ષની નવી ઉંચાઈએ પહોંચ્યા હતા. જયારે 166 માં તેજીની સર્કીટ લાગી હતી. 119 માં ઉંધી સર્કીટ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here