સુસાઈડ પહેલાંનો વિડીયો વાયરલ…!

સુસાઈડ પહેલાંનો વિડીયો વાયરલ...!
સુસાઈડ પહેલાંનો વિડીયો વાયરલ...!

વીડિયોમાં તેને પોતાની ગર્લફ્રેન્ડના પિતા અને તેના સંબંધીઓ પર આરોપ લગાવ્યો છે મધ્યપ્રદેશના મંદસૌરમાં એક પ્રેમીએ ફાંસીના માંચડે લટકી આત્મહત્યા કરી લીધી છે. યુવકે સુસાઈડ પહેલાં મોબાઈલ પર વીડિયો બનાવ્યો હતો. કે તેઓએ તેને રેપ કેસમાં ફંસાવવા અને મારી નાખવાની ધમકી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ ઉપરાંત યુવકે વીડિયોમાં મિત્રોને કહ્યું કે તેના મોત બાદ ગર્લફ્રેન્ડના લગ્ન ન થવા દેતા. વીડિયો બનાવ્યા બાદ યુવકે તેને મિત્રોને મોકલ્યો અને ફાંસીના માંચડે ટીંગાય ગયો હતો.

ઘટના મંદસૌર જિલ્લાના સાંદલપુર ગામની છે. જીવ ગુમાવનાર સુનીલ પાટીદારને કોઈ બીજા ગામની યુવતી સાથે પ્રેમ હતો. ઘટના 25 ઓક્ટોબરની છે, જેનો વીડિયો હવે સામે આવ્યો છે.

ખેતીકામ કરતો 23 વર્ષના સુનીલે અંતિમ સમયે બનાવેલા વીડિયોમાં મિત્ર નીલેશ અને રાકેશને કહ્યું કે મારા માતા-પિતાનું ધ્યાન રાખજો. સુનીલે મિત્રો ચેતવણી આપતા કહ્યું કે ધ્યાન રાખજો કે તમને પણ કોઈ કેસમાં ફંસાવવામાં આવી શકે છે.

મૃતકના પરિવારે જણાવ્યું કે યુવતીના પરિવારવાળાઓએ સુનીલની સાથે ગત વર્ષે 24 સપ્ટેમ્બરે પણ મારામારી કરી હતી. જેના બીજા દિવસે ભાનપુરા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે એકબીજા વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો.

મારામારીની ઘટના પછી સુનીલે ઝેર ખાધું હતું. પરિવારને જાણકારી મળતાં તાત્કાલિક તેને ડોકટરની પાસે લઈ જવાયો ત્યારે તેનો જીવ બચી ગયો હતો.

સુનીલના ઘરવાળાઓએ જણાવ્યું કે 24 ઓક્ટોબરે પણ યુવતીના પરિવારના લોકોએ સુનીલને માર્યો હતો. જેના એક દિવસ પછી તેને ફાંસી લગાવી લીધી.

સુનીલના કાકા ભાગચંદ પાટીદારે જણાવ્યું કે સુનીલે સુસાઈડ પહેલાં મિત્રોને વીડિયો મોકલ્યો હતો. પોલીસે મોબાઈલ જપ્ત કર્યો હતો. મોબાઈલમાં આ કેસ સાથે જોડાયેલા અન્ય પુરાવાઓ પણ હતા. સુનીલે 3 મિત્રોને અલગ-અલગ ક્લિપ મોકલી હતી.

તેઓએ જણાવ્યું કે સુનીલના મોબાઈલમાં વીડિયો અને અન્ય કોલ રેકોર્ડિંગ જેવા અનેક પુરાવાઓ હતા, પરંતુ પોલીસે ડેટા ડિલીટ કરી દીધા. વીડિયો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેમ છતાં પોલીસે આરોપીઓ વિરૂદ્ધ કેસ પણ નોંધ્યો નથી.

તેઓએ જણાવ્યું કે સુનીલના મોટા ભાઈ અનિલનું સાસરું ભાનપુરાના ચચવાડા પઠારી ગામમાં છે. સુનીલ ક્યારેક ક્યારેક અનિલના સાસરે જતો હતો. ત્રણ વર્ષ પહેલાં પણ તેની ભાભીના સંબંધીમાં એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યારથી બંને એકબીજાને મળતા હતા.

Read About Weather here

ભાનપુરા પોલીસ સ્ટેશનના TI કમલેશ સિગારના જણાવ્યા મુજબ સુસાઈડ કેસની તપાસ ચાલી રહી છે. જે પણ પુરાવા સામે આવશે, તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ નથી આવ્યો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here