સુરતમાં દારૂ પીને રાત્રે રેલવે ટ્રેક પર સૂઈ ગયેલા યુવકના બન્ને પગ કપાયા

સુરતમાં દારૂ પીને રાત્રે રેલવે ટ્રેક પર સૂઈ ગયેલા યુવકના બન્ને પગ કપાયા
સુરતમાં દારૂ પીને રાત્રે રેલવે ટ્રેક પર સૂઈ ગયેલા યુવકના બન્ને પગ કપાયા

આખી રાત રેલવે ટ્રેક પર કણસ્યા બાદ લુમ્સના કારીગરને 108માં સિવિલ લવાયો

બદન સિંગ (ઇજાગ્રસ્ત નો મિત્ર) એ જણાવ્યું હતું કે, લગભગ 5 મહિનાથી રૂમ પાર્ટનર તરીકે ગોલું તેમની સાથે રહેતી આવ્યો છે. અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ખાતામાં મજૂરી કરતો ગોલું કાનપુરનો રહેવાસી છે.

Visit Saurashtra Kranti Homepage here

શુક્રવારની રાત્રે 11 વાગે દારૂના નશામાં દુકાને જવાનું કહીને નીકળેલો ગોલું પરત ફર્યો ન હતો. સવારે બીજા મિત્રો સાથે રેલવે ટ્રેક ક્રોસ કરી કામે જતી વેળાએ

ગોલું બન્ને પગ કપાયેલી હાલતમાં રેલવે ટ્રેકની બે પટરીઓ વચ્ચેના ખાડામાંથી મળી આવતા 108ની મદદથી સારવાર માટે સિવિલ લઈ આવ્યા છે.

ગોલું જ કહેતો હતો કે, હું નશામાં રેલવે ટ્રેક પર જઈને સુઈ ગયો હતો. ટ્રેન પગ પરથી ફળી વળ્યાં બાદ જીવ બચાવવા શરીરને ઘસડી ખાડા સુધી લઈ ગયો હતો. આખી રાત એટલે 9 કલાક બાદ સિવિલ માં સારવાર ચાલી રહી છે.

સુરતના અમરોલી-સાયણ રેલવે ટ્રેક પર દારૂના નશામાં સૂઈ ગયેલા કાનપુરવાસીના બન્ને પગ કપાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. ટ્રેક પર કપાયેલા પગ છોડી જીવ બચાવવા ગોલું બે ટ્રેક વચ્ચેના

ખાડામાં 9 કલાક સુધી ઇજાગ્રસ્ત અને રઝળતી હાલતમાં પડી રહેવા મજબુર બન્યો હોવાનું સામે આવ્યું છે. જોકે સવારે રેલવે ટ્રેક ક્રોસ કરી કામે જતા મિત્રોને ગોલું ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ આવ્યા છે.

મિત્ર બદનસિંગએ જણાવ્યું હતું કે, ઘરેથી દુકાને જવાનું કહીને નીકળ્યો હતો. ગોલું અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લુમેસના કારખાનાનો કારીગર છે.

108 એમ્બ્યુલન્સની મદદથી ગોલુંને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. જ્યાં બન્ને પગ ગંભીર રીતે કચડાય ગયા હોવાનું સામે આવ્યું છે.

Read About Weather here

તાત્કાલિક ઓપરેશનમાં લેવું પડે એવી પરિસ્થિતિ બની છે. બન્ને પગનો કચડાય ગયેલો ભાગ કાપીને દર્દીનો જીવ બચાવવાના પ્રયાસ કરાશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here