સુરતના ડાયમંડ બુર્સનું 100 ટકા કામ પૂર્ણ

સુરતના ડાયમંડ બુર્સનું 100 ટકા કામ પૂર્ણ
સુરતના ડાયમંડ બુર્સનું 100 ટકા કામ પૂર્ણ
સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન વહેલી તકે થાય તેની રાહ શહેરના હીરા ઉદ્યોગપતિઓ દ્વારા જોવાઈ રહી છે. સુરત ડાયમંડ બુર્સના નિર્માણનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે અને 5મી જૂને ગણેશ સ્થાપના કરીને 4200 ઓફિસોના માલિક 4200 દિવડા પ્રગટાવી મહાઆરતી કરશે. ખજોદમાં બની રહેલા ડાયમંડ બુર્સના નિર્માણનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે.સુરત ડાયમંડ બુર્સની 300, 500 અને 1000 સ્ક્વેર ફૂટ એમ તમામ ઓફિસોમાં ફર્નિચર કરવા માટે પજેશન આપી દેવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું હોવાથી ગણેશ સ્થાપના, મહા આરતી અને સભાસદ સ્નેહમિલનનું આયોજન 5 જૂને સાંજે 5 વાગ્યે સુરત ડાયમંડ બુર્સ ખજોદ ખાતે કરાયું છે. આ કાર્યક્રમમાં સૌ-પ્રથમ ગણેશ સ્થાપના કરાશે ત્યાર બાદ 4200 ઓફિસોના માલિક 4200 દિવડા પ્રગટાવી મહાઆરતી કરશે.

Read About Weather here

સાથે સાથે કોઈ સભાસદને કોઈ પ્રશ્ન હશે તો તે પણ પુછી શકશે.સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણી કહે છે કે, ‘ડાયમંડ બૂર્સના નિર્માણનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. વહેલી તકે ડાયમંડ બુર્સ શરૂ થાય તેવા પ્રયત્નો અમે કરી રહ્યાં છીએ.’ત્યારે તમામ સભ્યો એક સાથે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તે માટે એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here