સુજલામ સુફલામ જળ અભિયાન સંદર્ભે મુખ્ય સચિવ રાજ કુમારના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ સમીક્ષા બેઠક

સુજલામ સુફલામ જળ અભિયાન સંદર્ભે મુખ્ય સચિવ રાજ કુમારના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ સમીક્ષા બેઠક
સુજલામ સુફલામ જળ અભિયાન સંદર્ભે મુખ્ય સચિવ રાજ કુમારના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ સમીક્ષા બેઠક

તળાવ – ચેકડેમો ઊંડા ઉતારવાની સાથે જનતાના સ્વાસ્થ્યને અસર કરતી ટાંકી સંપ પાણી ગટરની લાઈન સાફ કરવા સહિતની કામગીરી હાથ ધરાશે

છેલ્લા પાંચ વર્ષથી સફળતા પૂર્વક ચાલતું સુજલામ સુફલામ જળ અભિયાન વર્ષ 2023 માં પણ સફળતા પૂર્વક વહન કરે તે સંદર્ભે મુખ્ય સચિવ રાજ કુમારના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુજલામ સુફલામ જળ અભિયાન – 2023ની સર્વે જિલ્લા કલેટરઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્ય સચિવ શ્રી રાજ કુમારે પ્રેઝન્ટેશન મારફત સર્વે જિલ્લા કલેકટરોને સંબોધતા જણાવ્યું હતું કે, વર્ષ 2018થી શરૂ થયેલું સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ દર વર્ષે ખુબ સારી રીતે પણ કામગીરી કરવામાં આવી રહી છે.વર્ષ 2023 માં આ અભિયાન 17 ફેબ્રુઆરીથી 31 મે માસ સુધી ચાલનાર છે.આ વર્ષે પણ લોક ભાગીદારી,મનરેગા અને વિભાગીય કચેરીઓના સંકલન સાથે જળ સંચયનું કામ સુપેરે થાય અને નાગરીકોને તેનો લાભ મળે તેવા માઈક્રો પ્લાનીંગ સાથે અધિકારીઓએ કામ કરવું જોઈએ સાથો સાથ શ્રી રાજ કુમારે સુજલામ સુફલામ જળ અભિયાન માત્ર જળ સંચયલક્ષી ન બનતાં જાહેરહિતના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પણ કારણભૂત બને તે રીતે કામગીરી કરવાનું સુચન કર્યું હતું.

આ તકે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ મુખ્ય સચિવને રાજકોટ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ હાથ ધરવામાં આવનાર પ્લાનીંગ વિશે વિગતવાર માહિતી આપી હતી.તેમજ નાગરીકોના સ્વાસ્થ્યને અસર કરતી કામગીરીમાં જિલ્લાના 27 ડેમ,ચેકડેમ, વોટર સંપ,પાણી અને ગટરની પાઈપ લાઈન, વાસ્મો હેઠળની લાઈન, પીવાના પાણીના સ્ત્રોતની આજુબાજુની સફાઈ કરવા સહિતની કામગીરી કરવા આવશે.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે,આ બેઠકમાં જિલ્લા કલેકટરએ સુજલામ સુફલામ જળ અભિયાન-2023ને સફળ બનાવવા માટે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરીને પરિણામ લક્ષી કામગીરી કરવા પર ભાર મુક્યો હતો. તેમજ આ અભિયાન મહત્ત્મ લોક ભાગીદારી સાથે પૂર્ણ થાય તે સુનિશ્ર્ચિત કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષ કુમાર, પ્રાદેશિક નગરપાલિકા નિયામક ધીમંત વ્યાસ,નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એસ.ઠુંમર સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here