સિવિલ હોસ્પિટલમાં 3 બાળકને એક્સપાયર થયેલી બોટલ ચઢાવી દેવાઈ

સિવિલ હોસ્પિટલમાં 3 બાળકને એક્સપાયર થયેલી બોટલ ચઢાવી દેવાઈ
સિવિલ હોસ્પિટલમાં 3 બાળકને એક્સપાયર થયેલી બોટલ ચઢાવી દેવાઈ

જિલ્લાની પ્રજા માટે આશીર્વાદરૂપ ગોધરાની સિવિલ જાણે અભિશાપ બની હોય એવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

વાઇરલ વીડિયોમાં સિવિલના પીડિયાટ્રિક વોર્ડમાં બીમાર બાળકને એક્સપાયરી ડેટની બોટલ ચઢાવવામાં આવી છે. ગોધરા સિવિલના પીડિયાટ્રિક વોર્ડમાં ડેન્ગ્યૂુઅને મલેરિયાનાં 60 જેટલાં બાળકોની સારવાર થઈ રહી છે.

ગોધરાની સરકારી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં સારવાર લેવા આવેલા બીમાર બાળકને એક્સપાયરી ડેટની બોટલ ચઢાવીને ગંભીર બેદરકારી દાખવતાંઊહાપોહ મચી ગયો હતો.

હાજર નર્સોએ એક્સપાયરી ડેટની બોટલને બદલી કાઢી હતી. જ્યારે એક્સપાયરી ડેટવાળી બોટલ ચઢાવતો બાળકનો વીડિયો વાઇરલ થયો હતો.

વોર્ડમાંથી એક્સપાયરી ડેટની બોટલ ડસ્ટબિનમાંથી મળી આવી હતી. સિવિલ હોસ્પિટલે તાત્કાલિક બોટલ બદલી નવી બોટલ ચઢાવી હોવાનું કબૂલ્યું હતું.

ત્યારે અહીં સારવાર લેવા માટે આવેલાં બાળકોને એક્સપાયરી ડેટવાળી બોટલ ચઢાવવામાં આવી રહી હોવાની ફરિયાદ દર્દીના સગા દ્વારા ફરજ પરના તબીબ અને અન્ય સ્ટાફને કરવામાં આવતાં

મેડિકલ સ્ટાફ દ્વારા દર્દીનાં સગાં સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી એક્સપાયરી ડેટવાળી બોટલ ચઢાવવાનું ચાલુ રાખ્યું હોવાનો આક્ષેપ દર્દીના વાલી દ્વારા કરવામાં આવ્યો હતો.

વોર્ડના હાજર દર્દીઓનાં સગાંએ 3 જેટલા બાળદર્દીઓને ચઢાવવામાં આવી રહેલીવા એક્સપાયરી ડેટની બોટલ કાઢી લેવામાં આવી હોવાનું જણાવ્યુ હતું.

ત્યારે દર્દીઓને ચઢાવાતી બોટલ એક્સપાયરી થયાને 3 માસ વીતવા છતાં પણ એ પીડિયાટ્રિક વોર્ડ સુધી પહોંચ્યી કેવી રીતે? પીડિયાટ્રિક વોર્ડના દર્દીઓને

બોટલ ચઢાવતી વખતે ફરજ પરના તબીબ અને અન્ય નર્સિંગ સ્ટાફ દ્વારા પણ કાળજી લેવામાં કેમ ન આવી? આ તમામ સવાલો વચ્ચે હવે જવાબદારો સામે કેવાં પગલાં ભરશે એ પણ એક પ્રશ્ન છે.

સિવિલના પીડિયાટ્રિક વોર્ડમાં એક્સપાયરી ડેટવાળી બોટલ ચઢાવ્યા બાદ ખબર પડતાં તરત જ બદલી દીધો છે. એક્સપાયરી ડેટની બોટલ કેવી રીતે આવી એની તપાસ કરીશું, જે જવાબદાર હશે એની સામે કાર્યવાહી કરીશુ.>મોનાબેન, સીડીએમઓ, સિવિલ હોસ્પિટલ, ગોધરા.

તપાસ કરતાં પીડિયાટ્રિક વોર્ડમાં રાખવામાં આવેલી ડસ્ટબિનમાંથી એક્સપાયરી ડેટવાળી બોટલ મળી હતા. આ મામલે ઉપસ્થિત તબીબને પૂછતાં તબીબ દ્વારા આ ગંભીર બેદરકારી સામે કાંઈપણ જવાબ આપવાનું ટાળ્યું હતું.

ત્યારે સવાલ એ થાય છે કે ગોધરા સિવિલ હોસ્પિટલમાં એક્સપાયરી ડેટની બોટલ કેમ રાખવામાં આવી? સિવિલ હોસ્પિટલમાંથી આપવામાં આવતી તમામ દવાઓ માટે એક ખાસ પ્રકારની વ્યવસ્થા હોય છે.

મારો છોકરો બીમાર થતાં અમે ગોધરા સિવિલમાં સારવાર કરાવતા હતા. ત્યારે પરમ દિવસે રાત્રે બોટલની તારીખ જોતાં વીતી ગયેલી ખબર પડી હતી. અમે નર્સને કહેતાં તેમણે અમને કહ્યું કે તમે ભણેલા છો કે અમે ભણેલા છીએ. છોકરો પાછો બીમારી પડતાં ફરીથી દાખલ કરવો પડ્યો છે.

આજે સવારે પણ 3 બાળદર્દીને એક્સપાયરી ડેટવાળી બોટલ ચઢાવી હતી.> વણકર મહેન્દ્ર કરશનભાઇ, દર્દીના પિતા.

એક્સપર્ટના મતે બાળકને એક્સપાયરી ડેટવાળી બાટલો ચઢાવવામાં આવે તો બીમાર બાળકને એની અસર થતી નથી, જેથી એ વહેલો સાજો થતો નથી અને બાટલમાં અન્ય ઇન્જેકશન લગાવવામાં આવે તો એની પણ અસર દર્દીને થતી નથી.

Read About Weather here

કોઇવાર એક્સપાયરી ડેટવાળી બોટલની આડઅસરથી જીવનું જોખમ ઊભું થઇ શકે એમ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here