સિરિયલ ‘સ્વર્ણ ઘર’નો આ સીન જોઈને લોકોએ માથું પકડ્યું

સિરિયલ 'સ્વર્ણ ઘર'નો આ સીન જોઈને લોકોએ માથું પકડ્યું
સિરિયલ 'સ્વર્ણ ઘર'નો આ સીન જોઈને લોકોએ માથું પકડ્યું
આ સિરિયલનો એક સીન હાલમાં સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. ટીવી સિરિયલ ‘સ્વર્ણ ઘર’માં સંગીતા ઘોષ તથા રોનિત રોય લીડ રોલમાં છે આ ક્લિપ પર યુઝર્સ ફન્ની રિએક્શન આપી રહ્યા છે. આ સાથે જ તેઓ લૉજિક ને સાયન્સ પર પણ સવાલ કરી રહ્યા છે. ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ પણ આ ક્લિપ શૅર કરીને કમેન્ટ કરી હતી.વીડિયોમાં જોવા મળે છે કે સ્વર્ણ બનેલી ટીવી એક્ટ્રેસ સંગીતા ઘોષ હોસ્પિટલના કોઈ કેમ્પમાં હોય છે. તે અજીતના રોલમાં અજય ચૌધરી સાથે વાત કરે છે. બંને ત્યાંથી જતા હોય છે, આ સમયે સ્વર્ણ પોતાનો દુપટ્ટો ખભા પર નાખે છે.

Visit Saurashtra Kranti Homepage here

જોકે, આ સમયે દુપટ્ટો ટેબલ ફેનમાં ફસાઈ જાય છે. પંખો દુપટ્ટોને ખેંચતો હોય છે અને સંગીતાનું ગળું ફસાઈ જાય છે.વીડિયોમાં જોઈ શકાય છે કે દુપટ્ટાનો બીજો છેડો જો ગળામાંથી કાઢી લેવામાં આવે તો તે સરળતાથી નીકળી જાય છે. જોકે, કોઈને પણ આ વાતનો વિચાર આવતો નથી. અજીત બચાવવાનો પ્રયાસ કરે છે તો આસપાસમાં ટોળે વળેલા લોકો પંખો બંધ કરવાનું કહે છે. એક યુવતી પ્લગ કાઢવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે નીકળતો નથી. અનેક પ્રયાસો બાદ અજીત દુપટ્ટો ફાડી નાખે છે અને ત્યારે સ્વર્ણના ગળામાંથી દુપટ્ટો નીકળે છે.આ ક્લિપ વાઇરલ થતાં જ યુઝર્સે ફન્ની કમેન્ટ કરી હતી.

Read About Weather here

એક યુઝરે કહ્યું હતું, ‘મને બહુ જ હસવું આવે છે.’ બીજા એકે કહ્યું હતું, ‘ક્યાં છે મારી ઝેરની પડીકી.’ અન્ય એકે કહ્યું હતું, ‘હું આ ગ્રહ છોડીને જવા માગું છું.’ ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબી પણ ગુસ્સે થઈ હતી. તેણે કહ્યું હતું કે ટીવી પાસે સારા કલાકારો હોવા છતાંય ટીવીના કન્ટેન્ટને ફિલ્મ તથા વેબ સિરીઝની તુલનાએ સામાન્ય માનવામાં આવે છે. આ પહેલાં ‘સસુરાલ સિમર કા’, ‘સાથ નિભાના સાથિયા’, ‘ઇશ્ક મેં મરજાવાં’, ‘જાદુ હૈ જિન્ન કા’ જેવી સિરિયલમાં સાયન્સ ને લૉજિક વગરના સ્ટંટ બતાવવામાં આવ્યા હતા.ઇન્ડિયન ટીવી શોમાં આ પહેલી સિરિયલ નથી કે જેમાં આ રીતનો બતાવવામાં આવ્યો હોય.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here