સિક્સ લેન બ્રિજનું લોકાર્પણ કરતા અમિત શાહ…!

સિક્સ લેન બ્રિજનું લોકાર્પણ કરતા અમિત શાહ...!
સિક્સ લેન બ્રિજનું લોકાર્પણ કરતા અમિત શાહ...!
આ બ્રિજ સોલા ભાગવત, કારગિલ, જનતાનગર, ઝાયડસ એમ 4 સૌથી વ્યસ્ત જંકશનને આવરી લે છે. આ બ્રિજને લીધે એસ.જી.હાઇ‌વે પર ટ્રાફિકની સમસ્યા હળવી થશે.

Visit Saurashtra Kranti Homepage here

4.18 કિલોમીટરનો આ ફ્લાયઓવર શહેરનો સૌથી લાંબો બ્રિજ છે. ગુજરાતના શહેરી વિસ્તારના સૌથી લાંબા 4.18 કિ.મી.ના ગોતા ફ્લાયઓવરથી સાયન્સ સિટી બોક્સ સુધીના એલિવેટેડ કોરિડોરનું આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખુલ્લો મુક્યો છે.

તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ વાહનવ્યવહાર મંત્રી ઉપસ્થિત છે.અમદાવાદ-ગાંધીનગરને જોડવા એસજી હાઈવે પર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે.

7 પૈકી 6 ફલાઇ-ઓવર હવે ધમધમતા થઈ ગયા છે. જેથી અમદાવાદથી ગાંધીનગર સુધીનો જવાનો સમય 45 મિનિટથી ઓછો થઈને 20થી 25 મિનિટનો થશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 21 જૂને સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર અંદાજે રૂ.80 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ત્રણ ઓવર બ્રિજ વૈષ્ણોદેવી ફ્લાય-ઓવર બ્રિજ, ખોડિયાર કન્ટેનર યાર્ડ ફ્લાય-ઓવર બ્રિજ અને છત્રાલ-પાનસર રોડ ખાતે રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ-ગાંધીનગર જતા હાઈવે પર દરરોજ 1 લાખથી વધુ વાહન ચાલકોની અવર-જવર થતી હોય છે. જેના કારણે સોલા સિવિલમાં આવતા દર્દીઓને લાવા લઈ જવામાં અનેક મુશ્કેલીઓ પડતી હોય છે.

ટ્રાફિકના કારણે અનેકવાર એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે. તેમજ સોલા સિવિલમાં જવા માટે એમ્બ્યુલન્સને 2 કિ.મી સુધી ફરીને જવું પડે છે જેમા દર્દીઓના સ્વાસ્થ પર ભારે જોખમ ઉભું થાય છે.

જોકે હવે આગામી દિવસોમાં આ મુશ્કેલી દૂર થઈ જશે. તાજેતરમાં જ રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે સોલા સિવિલ માટે અંડર ગ્રાઉન્ડ સબ-વે બનાવવા માટેના ગ્રાન્ટની માંગણી કરી હતી.

માર્ગ-મકાન વિભાગ અને કેન્દ્ર સરકારનાં પરિવહન રાજમાર્ગ મંત્રાલય દ્વારા નિર્માણ થનારા સરખેજ-ગાંધીનગર ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામનો શિલાન્યાસ 24 સપ્ટેમ્બર 2018માં કરાયો છે.

વર્ષ 2016માં સરખેજ ગાંધીનગર હાઇવે ઉપર 6 ઓવર બ્રિજ બનાવવાની મંજૂરી મળી હતી. 867 કરોડના બજેટની 6 ફ્લાય-ઓવર માટે ફાળવણી થઈ હતી.

માત્ર 36 મહિનાના સમયગાળામાં એસજી હાઈવે પર સાત ઓવરબ્રિજમાંથી કુલ 6 ઓવરબ્રિજ અને બે રેલવે ઓવરબ્રિજ ધમધમતા થઈ ગયાં છે.

Read About Weather here

44.2 કિલોમીટરના આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કુલ 7 ફલાયઓવર, 1 એલિવેટેડ કોરીડોર, 1 અંડરપાસ, 2 રેલવે ઓવરબ્રિજ, વગેરેનો સમાવેશ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here