સાસરીયા દ્વારા થતી કોઈપણ ભૌતિક ચીજની માંગણી એ દહેજ ગણાય: સુપ્રીમ કોર્ટ

સાસરીયા દ્વારા થતી કોઈપણ ભૌતિક ચીજની માંગણી એ દહેજ ગણાય: સુપ્રીમ કોર્ટ
સાસરીયા દ્વારા થતી કોઈપણ ભૌતિક ચીજની માંગણી એ દહેજ ગણાય: સુપ્રીમ કોર્ટ

ચીજ-વસ્તુની માંગ હોય કે નાણાંની માંગણી એવી તમામ માંગણી દહેજનો પ્રકાર જ માનવો જોઈએ, મુખ્ય ન્યાયમૂર્તિનો મત

કોઈપણ પરણિત મહિલાનાં સાસરીયા દ્વારા કરવામાં આવતી કોઈપણ ભૈતિક ચીજની માંગણી એ દહેજની શ્રેણીમાં જ ગણાય એવું સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ પણે જણાવ્યું છે. સુપ્રીમની બેન્ચ દ્વારા મંતવ્ય વ્યક્ત કરવામાં આવ્યું છે કે, સંપતિ હોય કે કોઈપણ પ્રકારની કિંમતી ચીજ એ તમામ માંગણીને દહેજ ગણી આ શબ્દનું વ્યાપક અર્થઘટન થવું જોઈએ. મકાન બાંધવા માટે નાણાં માંગવામાં આવે એ પણ દહેજ છે.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રમણા, જસ્ટીસ બોપન્ના અને હિમા કોહલીની બેન્ચ દ્વારા દહેજ વિરોધી કાયદા અને જોગવાઈનું સ્પષ્ટ અર્થઘટન કરવામાં આવ્યું હતું. બેન્ચે ઠરાવ્યું હતું કે, દહેજ જેવા સામાજીક દુષણને જળમૂળથી ઉખેડવામાં મદદ મળે એ પ્રકારે કાયદાનું અર્થઘટન થવું જોઈએ અને કાયદા પાછળનો મૂળ હેતુ માર્યો જાય એ પ્રકારનું અર્થઘટન થવું ન જોઈએ.

સુપ્રીમે સાફ-સાફ દર્શાવ્યું હતું કે, આઈપીસી ની કલમ-304 (બી) હસ્તક આવતા કેસોની સુનવણી અને ચુકાદા સમયે કાયદાની સ્પષ્ટ જોગવાઈ થવી જોઈએ. માત્ર જડતાથી કાયદાનાં કોઈપણ એક જ અર્થને વળગી રહેવાથી કાયદા ઘડવાનો મૂળ હેતુ પાર પડશે નહીં. એટલે દહેજ શબ્દ વ્યાપક અર્થમાં જોવો જોઈએ. મહિલા પાસેથી થતી કોઈપણ પ્રકારની ભૌતિક ચીજ-વસ્તુઓની માંગણી પણ દહેજ ગણવી જોઈએ. આ રીતે અર્થઘટન કરી વ્યાપક અર્થમાં કેસને જોવાથી આ સામાજીક દુષણ અને તેને લગતા ભયાનક અપરાધો પર અંકુશ લાદી શકાશે.

. Read About Weather here

મધ્યપ્રદેશમાં દહેજનાં મામલે પુત્રવધુનાં મોતમાં સંડોવાયેલા સસરા અને પતિને છોડી મુકતો મધ્યપ્રદેશ હાઈકોર્ટનો ચુકાદો. સુપ્રીમ કોર્ટે રદ બાતલ કરી દીધો હતો. સુપ્રીમે ઠરાવ્યું હતું કે, એ મહિલાને નાણાં લાવવા માટે દબાણ કરી તેના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. એ રીતે આ કેસને જોવો જોઈએ. એટલે સ્થાનિક અદાલતે મહિલાનાં પતિ અને સસરાને સજા કરી એ યોગ્ય હતી. હાઇકોર્ટે બંનેને છોડી મુકવાનો જે ચુકાદો આપ્યો એ રદ કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here